નવી દિલ્હી: પંજાબમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ જ કડીમાં આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ચંડીગઢ પહોંચ્યા. અરવિંદ કેજરીવાલે આગામી વર્ષે ચૂંટણી માટે મોટી જાહેરાત કરી છે અને દિલ્હીની જેમ અહીં પણ મફત વીજળી આપવાનું વચન આપ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દરેક પરિવારને 300 યુનિટ વીજળી મફત
અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો દરેક પરિવારને 300 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવશે. કેજરીવાલે કહ્યું કે આમ થતા જ લગભગ 80 ટકા લોકોનું વીજળી બિલ ઝીરો થઈ જશે. અમારી સરકાર બની તો 24 કલાક વીજળી રહેશે, પરંતુ બિલ નહીં આવે. 


અરવિંદ કેજરીવાલ જાહેરાત કરી કે પંજાબમાં અમારી સરકાર બનતા જ જૂના પેન્ડિંગ બિલ માફ કરી દેવાશે. જે રીતે દિલ્હીમાં અમે 24 કલાક વીજળી આપી છે તે જ રીતે પંજાબમાં પણ 24 કલાક વીજળી આપવામાં આવશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube