નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરૂવારે આરોપ લગાવ્યો કે પાકિસ્તાન અને તેના વડાપ્રધાન ઇમરાન ખાન લોકસબા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એટલા માટે સમર્થન કરી રહી છે કારણ કે તે ભારતમાં તોફાનો ફેલાતા જોવા માંગે છે. આમ આદમી પાર્ટી (આપ)ના પ્રમુખે તે પણ આરોપ લગાવ્યો કે પાકિસ્તાન જે 70 વર્ષમાં નથી કરી શક્યું, તેને મિત્ર મોદીએ પાંચ  વર્ષમાં કરી દીધું અને તે છે ભારતમાં રહેલા ભાઇચારાને નુકસાન પહોંચાડવાનું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા 2019: પશ્ચિમ બંગાળમાં મતવર્ષા, 3 વાગ્યા સુધીમાં 70% મતદાન

ભાજપનાં ટ્વીટ બાદ કેજરીવાલનું ટ્વીટ
કેજરીવાલનું આ ટ્વીટ ત્યારે આવ્યું જ્યારે ભાજપે ટ્વીટ કર્યું કે, તે દેશમાં રાષ્ટ્રીય નાગરિક નોંધણી સુનિશ્ચિત કરશે અને દરેક ઘુસણખોરને બહાર ફેંકી દેવામાં આવશે. બૌદ્ધ, હિંદુ અને શીખ તેનો અપવાદ છે. કેજરીવાલે ટ્વીટ કર્યું કે, પાકિસ્તાન અને ઇમરાન ખાન પણ તેવું ઇચ્છે છે કે હિન્દુસ્તાનમાં તોફાનો ફેલાય. એટલા માટે પાકિસ્તાન ખુલીને મોદીજીને ફરીથી વડાપ્રધાન બનાવવા માટે દરેક પ્રકારની મદદ કરી રહ્યા છે. જે કામ પાકિસ્તાન 70  વર્ષમાં નથી કરી શક્યું, તેનાં દોસ્ત મોદીજીએ પાંચ વર્ષમાં કરી દીધું, હિન્દુસ્તાનનો ભાઇચારો ખરાબ કરી દીધો છે. 


કોંગ્રેસે તુગલક રોડ ચૂંટણી ગોટાળો કર્યો, MPને બનાવ્યું ATM : આસામમાં PM મોદી
રાહુલ ગાંધી પર લેઝર લાઇટ ફેંકનારની માહિતી મળી, ગૃહમંત્રાલયે કરી સ્પષ્ટતા
અત્રે ઉલ્લેખનીય છે કે, વિદેશી પત્રકારોનાં એક નાનકડા સમુહ સાથેના ઇન્ટરવ્યુમાં ઇમરાન ખાને કહ્યું હતું કે, તેમને વિશ્વાસ છે કે જો વડાપ્રધાન મોદીની પાર્ટી ભાજપ લોકસભા ચૂંટણી જીતી જશે તો ભારતની સાથે શાંતિ મંત્રણા અને કાશ્મીર મુદ્દાનાં ઉકેલની શક્યતાઓ વધારે છે. 


ઉતરાખંડ: ભાજપ નેતાએ તોડી આચાર સંહિતા, મતદાનની તસ્વીરો સોશિયલ મીડિયા પર અપલોડ કરી

સમગ્ર દેશમાં ભાજપ વિરોધી મતદાન યાદીમાંથી કાપવામાં આવ્યા
આ અગાઉ આદમ આદમી પાર્ટી પ્રમુખ અરવિંદ કેજરીવાલે ગુરૂવારે દાવો કર્યો કે, સમગ્ર દેશમાં અભૂતપૂર્વ સ્તર પર મતદાન યાદીઓથી ભાજપ વિરોધી મતકાપવામાં આવ્યા છે. સાથે જ તેમણે ચૂંટણી પંચને મતદાનની નિષ્પક્ષતા પર સવાલ પણ ઉઠાવ્યા છે. કેજરીવાલે તબક્કાવાર ટ્વીટ કરતીને તે લોકોને ટેગ કર્યા, જેમણે દાવો કર્યો કે તેમના અથવા તેમના સંબંધીઓનાં નામ મતદાતા યાદીમાંથી ઉડાવી દેવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ એક ટ્વીટ કરીને કહ્યું કે, ચૂંટણી પંચ કેમ કહી રહ્યું છે કે ચૂંટણી નિષ્પક્ષ છે ?