મોદી સરકાર તમામ સામાજિક યોજનાઓ લાગુ કરવામાં સફળ રહીઃ અરવિંદ પનગઢિયા
અરવિંદ પનગઢિયાએ મોદી સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા જીએસટી, આઈપીસી કાયદો, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરને સૌથી મોટી સફળતા જણાવ્યા છે
નવી દિલ્હીઃ નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ અરવિંદ પનગઢિયાએ જણાવ્યું કે, મોદી સરકારે આયુષમાન ભારત, વડાપ્રધાન કિસાન સન્માન યોજના તથા ગ્રામીણ વિદ્યુતીકરણ જેવા સામાજિક ક્ષેત્રના કાર્યક્રમોમાં મોટી સફળતા મેળવી છે. તેમણે જણાવ્યું કે, આ ઉપરાંત આ સરકારે ભ્રષ્ટાચારનો સામનો કરવાની દિશામાં ઉલ્લેખનીય પ્રગતિ મેળવી છે. નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કરાયેલા સુધારા અંગે તેમણે જણાવ્યું કે, ગુડ્સ એન્ડ સર્વિસ ટોક્સ(જીએસટી), દેવાળું અને લોન શોધન સંહિતા(IBC) તથા ડાયરેક્ટ બેન્ક ટ્રાન્સફર (DBT) ત્રણ મોટી પહેલ છે.
પનગઢિયાએ જણાવ્યું કે, "આયુષમાન ભારત, પીએમ કિસાન યોજના, રાંધણ ગેસ, ગ્રામીણ સડક તથા ગ્રામીણ વિદ્યુતીકરણ જેવી યોજનાઓનું સફળ અમલીકરણ મોદી સરકારની મોટી સફળતાને પ્રતિબિંબિત કરે છે. ભ્રષ્ટાચારનો સામનો કરવામાં પણ મોટી સફળતા મેળવી છે."
માળખાગત સુવિધાઓ જેવી કે સડક, રેલવે, જળમાર્ગ, નાગરિક વિમાન ઉડ્યન અને ડિજિટલિકરણના ક્ષેત્રોમાં થયેલા ઝડપી કામનું પરિણામ પણ જોવા મળી રહ્યું છે.
અડવાણીના બ્લોગના આધારે સેમ પિત્રોડાના ભાજપ પર પ્રહાર