નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019 પહેલા હરિયાણાથી કોંગ્રેસના પૂર્વ સાંસદ અરવિંદ શર્મા શુક્રવારે ભાજપમાં જોડાઇ ગયા. હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરની હાજરીમાં અરવિંદ શર્મા ભાજપમાં જોડાયા. અરવિંદ શર્મા કરનાલથી સાંસદ રહી ચુક્યા છે. 
લોકસભા ચૂંટણીમાં 1000 દિગ્ગજ નેતાઓનાં પત્તા કપાશે, જાણો પસંદગીના માપદંડો !

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અગાઉ પણ ભાજપમાં કેટલાક મોટા નેતાઓ હાલમાં જ ભાજપમાં જોડાઇ ચુક્યા છે. ત્રણ મુખ્ય નેતા અલગ-અલગ દળોનાં છે. આ ત્રણેય દળ તૃણમુલ કોંગ્રેસ, કોંગ્રેસ અને બીજુ જનતા દળ છે. પશ્ચિમ બંગાળની ભાટાપારા સીટથી તૃણમુલ કોંગ્રેસનાં ધારાસભ્ય અર્જુન સિંહ ભાપજમાં જોડાઇ ચુક્યા છે. ચાર વખત ધારાસભ્ય સિંહે ભાજપમાં જોડાતા પહેલા પાર્ટીની લોકસભા ચૂંટણી ભાજપમાં જોડાયા હતા. 


તત્કાલ ટીકિટનું છે પ્લાનિંગ કરાવશે હૈયા'હોળી', Railway દ્વારા નિયમમાં મોટુ પરિવર્તન

ભાટપારાથી તૃણમુલ કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન સિંહ ભાજપ મુખ્યમથકમાં પાર્ટીની પશ્ચિમ બંગાળ પક્ષ પ્રમુખ કૈલાશ વિજયવર્ગીય અને વરિષ્ઠ નેતા મુકુલ રોયની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. 

બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ટોમ વડક્કન ભાજપમાં જોડાઇ ગયા. ટોમ વડક્કન કેરળનાં ત્રિશુર જિલ્લાથી આવે છે. વડક્કન પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના અંગત સહાયક રહ્યા છે. રાહુલ ગાંધીના પાર્ટી અધ્યક્ષ બન્યા બાદ પણ  તેમના નજીકના માનવામાં આવે છે. રાઉતે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ઓરિસ્સાનાં ભાજપ વડાની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.