લોકસભા ચૂંટણીમાં 1000 દિગ્ગજ નેતાઓનાં પત્તા કપાશે, જાણો પસંદગીના માપદંડો !

સત્તાધારી ભારતીટ જનતા પાર્ટી ઝડપથી ઉમેદવારોની યાદી જાહેર કરશે, પરંતુ જ્યારે આ યાદીને અંતિમ સ્વરૂપ આપવું તે સૌથી કપરી પ્રક્રિયા હોય છે

લોકસભા ચૂંટણીમાં 1000 દિગ્ગજ નેતાઓનાં પત્તા કપાશે, જાણો પસંદગીના માપદંડો !

નવી દિલ્હી : આદર્શ આચાર સંહિતા લાગુ થતાની સાથે જ લોકસભા ચૂંટણી 2019ની શરૂઆત થઇ ચુકી છે. કોંગ્રેસ સહિત અનેક મહત્વનાં દળનાં ઉમેદવારોની જાહેરાતો ચાલુ થઇ ચુકી છે. સત્તાધારી ભારતીય જનતા પાર્ટી પણ ઝડપથી પોતાનાં ઉમેદવારો તબક્કાવાર જાહેર કરશે. જો કે જ્યારે આ યાદીને અંતિમ સ્વરૂપ અપાઇ રહ્યુ હશે ત્યારે અનેક દિગ્ગજ નેતાઓનાં પણ પત્તા કપાશે. મોટા ભાગની પાર્ટીઓએ ગઠબંધન કર્યા છે ત્યારે ઘણા ઉમેદવારો એવા હશે જેમના પત્તા ગઠબંધનના નામે કપાઇ જશે, કારણ કે તે સીટ ગઠબંધન થયેલ પક્ષનાં ફાળે ગઇ હશે. 

ગત્ત લોકસભાની તુલનાએ આ વખતે ઘણા મોટા પ્રમાણમાં પાર્ટીઓએ આંતરિક રીતે ગઠબંધન કર્યા છે. જેના કારણે ઘણા મોટા પ્રમાણમાં સીટો ઘટી જાય છે. (એક સીટ પરથી દરેક પાર્ટી અલગ ઉમેદવાર ઉતારે અને 4 પાર્ટીઓ ગઠબંધન કરીને એક જ ઉમેદવાર ઉતારે ત્યારે બીજી 3 પાર્ટીનાં ઉમેદવારોની સીટ કપાઇ જતી હોય છે આ રીતે જેમ ગઠબંધન વધારે પાર્ટીઓમાં તેમ સીટોમાં ઘટાડો થાય) જેના કારણે હવે જેટલા નેતાઓની ટીકિટો કપાશે તેઓ કાં તો કોઇ અન્ય પક્ષમાં ઉભા રહેશે અથવા તો પક્ષી અપક્ષ ઉભા રહીને પોતાના અહમને સંતોષવાનો પ્રયાસ કરશે. 

જો સંખ્યાની દ્રષ્ટીએ જોઇએ તો ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી, બહુજનસમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળની વચ્ચે થયેલા ગઠબંધનના કારણે આ પાર્ટીઓનાં આશરે 100 નેતાઓ એવા હશે જે ગત્ત લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર હતા, જો કે આ વખતે ગઠબંધનના કારણે તેમને ટીકિટ નહી મળી શકે. આ પ્રકારે બિહારમાં એક તરફ ભાજપ અને જનતાદળ યુનાઇટેડની વચ્ચે ગઠબંધન થવાનાં કારણે બંન્ને દળોનાં 50 નેતાઓ એવા હશે જેમને આ વખતે ટીકિટ નહી મળી શકે. જેડીયુ ગત્ત વખતે 40 લોકસભા સીટો પર ચૂંટણી લડતા હતા. ભાજપની ગત્ત વખતે રામ વિલાસપાસવાનની લોકજનશક્તિ પાર્ટી અને ઉપેન્દ્ર કુશવાનાહી રાષ્ટ્રીય લોકસમતા પાર્ટી સાથે ગઠબંધન હતું. કુશવાહા હવે મહાગઠબંધનમાં જતા ભાજપને પહેલા કરતા વધારે સીટો ગઠબંધનના સહયોગીઓ માટે છોડવી પડશે. તેનો અર્થ થયો કે ગત્ત લોકસભા ચૂંટણીમાં ભાજપની ટીકિટ પર ચૂંટણી લડેલા ઉમેદવારો ઉપરાંત અનેક વર્તમાન સાંસદોની પણ ટીકિટ કપાશે. 

આ જ સ્થિતી લાલુ યાદવ રાષ્ટ્રીય જનતા દળ, કોંગ્રેસ, રાલોસપા અને બાકીના દલોના ગઠબંધનમાં થશે. અહીં ઓછામાં ઓછા 50 દમદાર નેતાઓ ટીકિટ વંચીત રહેશે. દેશમાં જેમ જેમ આગળ વધશો તેમ તે દરેક રાજ્યની વાતો સામે આવશે. કર્ણાટક, આંધ્ર, અસમ સહિત સમગ્ર પૂર્વોત્તર, મહારાષ્ટ્ર અને દરેક રાજ્યમાં આ પ્રકારનાં ગઠબંધનો છે. 

આ પ્રકારે સમગ્ર દેશનું વિહંગાવલોકન કરવામાં આવે તો 1000 એવા કદ્દાવર નેતાઓ હશે જેને આ ચૂંટણીમાં બલિ ચડાવી દેવાશે. તેમને ન માત્ર તેમનો પરંતુ કોઇ પણ પક્ષ ટીકિટ નહી આપી શકે. સ્થાનીક રાજનીતિમાં તેમનો દબદબો, આર્થિક શક્તિ કોઇ પણ પાર્ટીમાંથી ટીકિટ મેળવી શકવાની હશે. તેમ છતા ટીકિટ નહી મળવાનાં કારણે આ નેતાઓ અપક્ષ ઉમેદવારી નોંધાવશે. એવામાં તે નેતાઓની મુળ પાર્ટીઓનો આગ્રહ રહેશે કે તેમને ગમે તેમ કરીને ચૂંટણી લડતા અટકાવવા. જેની અવેજમાં પાર્ટી તેમને લોભામણી ઓફર આપી શકે. બીજી તરફ અન્ય પાર્ટીઓ પ્રયાસ કરશે કે તે નેતા ચૂંટણીમાં ઉતરે જેથી વિપક્ષનાં મત કપાય અને પોતાની જીત સુનિશ્ચિત થાય. 

યુપી, બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં બંન્ને ગઠબંધનો વચ્ચે ખુબ જ નજીકની ચૂંટણી છે. ગત્ત ચૂંટણીનાં મતદાન ટકાવારી અને ત્યાર બાદ યોજાયેલી વિધાનસભા ચૂંટણીની ટકાવારી પર નજર કરીએ તો આ વાત ઉડીને આંખે વળગે તેવી છે. એવામાં જો કોઇ અપક્ષ ઉમેદવાર માત્ર 10 હજાર મત પણ પ્રાપ્ત કરે છે તો તે ચૂંટણીનું વલણ બદલી શકે છે. 

એટલા માટે પ્રચાર દરમિયાન ભલે મોટી મોટી વાતો થાય અને રાષ્ટ્રીય મુદ્દાઓ અને વ્યક્ત વિશેષની વાત થાય, પરંતુ જાતીગત સમીકરણોનાં પાટા પર જ ચૂંટણીની ટ્રેન ચાલશે. રાજનીતિનાં નિષ્ણાંતોનું માનવું છે કે આ પ્રકારનાં બળવાખોર નેતાઓ 10 હજારથી 50 હજાર સુધીનાં મત કાપવા માટે સમર્થ હોય છે. આટલા મત જ ચૂંટણીની હાર જીત નક્કી કરતા હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news