મુંબઇ: મુંબઇ ડ્રગ્સ કેસમાં આર્યન ખાન સહિત 8 આરોપીઓને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. કોર્ટે એનસીબીને રિમાન્ડ આપવાની મનાઇ કરતાં કહ્યું, કસ્ટડીમાં રાખીને પૂછપરછ કરવાની કોઇ જરૂર નથી. સાથે જ આર્યન ખાનના વકીલ સતીશ માને શિંદે કોર્ટમાં જામીન અરજી પણ દાખલ કરી દીધી છે. જામીન અરજીની સુનાવણી સ્પેશિયલ એનડીપીએસ કોર્ટમાં હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચેટનું રહસ્ય શું?
કોર્ટમાં બચાવ પક્ષ અને NCB તરફથી ASG એ ચેટને લઇને ચર્ચા કરી. આ દરમિયાન બચાવ પક્ષ તરફથી માનશિંદેએ કહ્યું કે ચેટ ફૂટબોલને લઇને છે ના કે ડ્રગ્સને લઇને તો બીજી તરફ એએસજીએ ચેટને લઇને ગંભીર આરોપ લગાવતાં કહ્યું, ચેટ સીધેસીધો ડ્રગ્સ તરફ ઇશારો કરે છે. સુનાવણી દરમિયાન જ કોર્તમાં એએસજીએ અડધા કલાક પહેલાં થયેલી વધુ એક ધરપકડની જાણકારી આપી અને જણાવ્યું કે આરોપીએ એકબીજા સાથે જોડાયેલા છે. 

આ ખેલાડી તોડશે Rohit Sharma નું સપનું! 24 વર્ષની ઉંમરમાં બનશે ટીમ ઇન્ડીયાનો કેપ્ટન


ક્રૂઝ પર હતા 1300 લોકો
આર્યનના વકીલ સતીશ માનશિંદેએ કહ્યું કે વારંવાર વિભાગ (NCB) તરફથી કહેવામાં આવી રહ્યું છે કે મુખ્ય આરોપીને પકડવાનો છે, તેના સુધી પહોંચવાનું છે પરંતુ જ્યાં સુધી તે પહોંચી જતા નથી ત્યાં સુધી કોઇને બંધક રાખી ન શકે. સાથે જ તેમણે કહ્યું કે કાલે અર્ચિત કુમારને પકડ્યા પછી કોઇનો પણ તેમની સાથે સામનો થયો નથી, હવે ફક્ત સામનો કરાવવના પર આ પ્રકારે રિમાન્ડ ન કરાવી શકાય. સાથે જ વકીલે આર્યનના હવાલેથી કહ્યું કે તેના મિત્ર પ્રતીકે પાર્ટી ઓર્ગેનાઇઝર સાથે મુલાકાત કરાવી હતી. ત્યાં એક VVIP તરીકે આમંત્રિત હતો. ક્રૂઝ પર 1300 લોકો સવાર હતા પરંતુ 17 ની જ ધરપકડ કરવામાં આવી. 

Kiss Controversy: બોલિવુડની એવી કિસ જેણે વિવાદ સર્જ્યો, કરીના કપુર થી માંડીને દિપીકાના નામ છે આ યાદીમાં


એનસીબીએ આપ્યા તર્ક
તો બીજી તરફ એનસીબીએ તમામ આરોપીની 11 ઓક્ટોબર સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે. એનસીબીની તરફથી કહેવામાં આવ્યું છે કે આ મામલે ગંભીરતા અને ડ્રગ્સ વિરૂદ્ધ ચાલી રહેલા અભિયાનમાં એ પણ એકદમ જરૂરી છે કે કસ્ટડીમાં આપવામાં આવે. અત્યાર સુધી આ મામલે આયોજક, સપ્લાયર અને ડ્રગ પેડલરોને કસ્ટડીમાં લઇ રહ્યા છે મુખ્ય આરોપી પહોંચથી દૂર છે. આર્યન ખાન અને બીજા આરોપીઓ પાસેથી મળી હતી. જાણકારીનું કાઉન્ટર કરવું અને તપાસ કરવી જરૂરી છે, એટલા માટે આરોપીના રિમાન્ડ જરૂરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube