નવી દિલ્હી: બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની એક રેવ પાર્ટી પર દરોડો પાડીને એનસીબીએ ધરપકડ કરી. તેના પર આરોપ છે કે તે મધદરિયે કથિત રેવ પાર્ટીમાં સામેલ હતો અને તેની પાસેથી કેટલીક ડ્રગ્સ પણ મળી આવી છે. બોલીવુડ અને ડ્રગ્સનું જૂનું કનેક્શન છે અને રેવ પાર્ટીઓ પણ કનેક્શનનો મહત્વનો ભાગ છે. આવો જાણીએ આ રેવ પાર્ટી વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેવ પાર્ટી સામાન્ય રીતે ખુબ જ સિક્રેટ રીતે આયોજવામાં આવે છે. કારણ કે મોટાભાગની પાર્ટીઓમાં ગેરકાયદેસર રીતે ડ્રગ્સની ભરમાર હોવાની શક્યતા હોય છે. આ પાર્ટીઓનું સામાન્ય રીતે શહેરથી થોડે દૂર ગૂપચૂપ રીતે આયોજન કરવામાં આવે છે. રંગબેરંગી લાઈટ્સ, ગેરકાયદેસર ડ્રગ્સ, નશાના બિલકુલ ભાનમાં ન હોય તેવી સ્થિતિમાં નાચતા લોકો રેવ પાર્ટીઓમાં મોટાભાગે જોવા મળે છે. કેટલાક લોકો આ પાર્ટીઓમાં ફક્ત પોતાના મ્યૂઝિક પ્રેમના કારણે ડાન્સ કરવા પણ પહોંચતા હોય છે. જ્યારે કેટલાક લોકો એવા પણ હોય છે કે જે ડ્રગ્સનો ઉપયોગ કરીને ઝૂમવાનું પસંદ કરે છે. 


જો કે આ પાર્ટીઓમાં એન્ટ્રી ખુબ મોંઘી હોય છે. આવામાં ઉચ્ચ વર્ગના લોકો જ મોટાભાગે આ પાર્ટીઓમાં જોવા મળતા હોય છે. આ પાર્ટીઓમાં સામાન્ય રીતે બોલીવુડ કે પંજાબી મ્યૂઝિક સાંભળવા નથી મળતું પરંતુ ઈલેક્ટ્રોનિક મ્યૂઝિક જ વગાડવામાં આવે છે. આ મ્યૂઝિકમાં લિરિક્સ લગભગ ન બરાબર હોય છે. કારણ કે ડ્રગ્સ લીધા બાદ આ સોંગ્સના બીટ એક ભ્રમિત કરનારું વાતાવરણ પેદા કરે છે જેનાથી પાર્ટીમાં આવેલા લોકો કલાકો સુધી ઝૂમતા રહે છે. 


Energy crisis: દેશ પર તોળાઈ રહ્યું છે આ મોટું સંકટ, 4 દિવસ બાદ અનેક ઠેકાણે છવાઈ શકે છે અંધારપટ


અલગ જ પ્રકારનું હોય છે મ્યૂઝિક
દુનિયાભરમાં ટેક્નો, સાઈકેડેલિક ટ્રાન્સ, સાય એમ્બિયોન્ટ, ફોરેસ્ટ, પ્રોગ્રેસિવ અને ડાર્ક ટ્રાન્સ, હાઉસ, એસિડ પોપ જેવા અનેક મ્યૂઝિક ઝોનર છે જે  આ પાર્ટીઓમાં સાંભળવા મળતા હોય છે. આ પાર્ટીઓમાં મ્યૂઝિક ખુબ મહત્વનું હોય છે અને અનેક પાર્ટીઓ ફક્ત એક ખાસ પ્રકારના ઝોનર માટે થયેલી હોય છે. જેમ કે જર્મનીના શહેર બર્લિનમાં મોટાભાગે ટેક્નો પાર્ટીઓ હોય છે જ્યાં ત્રણ ત્રણ દિવસ સુધી જંગલ કે પ્રકૃતિ વચ્ચે ચાલતા અનેક મ્યૂઝિક ફેસ્ટિવલ જેમ કે ઓઝારા, બૂમ અને શંબાલા ફેસ્ટિવલમાં ટ્રાન્સ, ડાઉનટેમ્પો એમ્બિયોન્ટ અને સાઈકેડેલિક ઝોનર જ સાંભળવા મળે છે. પાર્ટીઓમાં મોટાભાગે લોકો ડ્રગ્સ પર હોય છે એટલે આ ઝોનર આવા લોકોની ટ્રિપને વધુ સારી બનાવવામાં મદદ કરે છે. 


રેવ પાર્ટીમાં જવાના અનેક જોખમ
દુનિયામાં કેટલાક દેશો એવા પણ છે જે રેવ પાર્ટીઓને રાજસ્વનો રસ્તો સમજે છે અને આ દેશોમાં આવી પાર્ટીઓને લઈને સરકારનું વલણ થોડું નરમ હોય છે પરંતુ ભારતમાં રેવ પાર્ટીઓમાં એવું નથી. આવી પાર્ટીઓમાં લોકો હંમેશા ભાવનાઓમાં તણાઈને અનેક ચીજો ટ્રાય કરી શકે છે. જેનાથી ડ્રગના ઓવરડોઝનું જોખમ રહે છે અને રેવ પાર્ટીઓમાં મોતના રિપોર્ટ્સ પણ સામે આવતા રહ્યા છે. આ પાર્ટીઓમાં એનસીબી કે  પોલીસની રેડ પડતી રહે છે. 


Vehicle Scrapping Policy: જૂની કારનું રજિસ્ટ્રેશન રિન્યુ કરાવવું હવે ભારે પડશે, ચૂકવવી પડશે 8 ગણી વધુ રકમ


મુંબઈમાં છેલ્લા એક દાયકામાં અનેક હાઈ પ્રોફાઈલ જગ્યાઓ પર દરોડા પડવાના અહેવાલો આવી ચૂક્યા છે. ડ્રગ્સને લઈને ભારતમાં કડક કાયદા છે એટલે જ્યારેકોઈ પાર્ટી પર દરોડો પડે છે ત્યારે લોકોએ લાંબા સમય સુધી જેલના સળિયા પાછળ રહેવું પડી શકે છે. જેની લોકોની કરિયર પર જબરદસ્ત નકારાત્મક અસર પડી શકે છે. હાર્ડ ડ્રગ્સ લેવાથી યુવાઓ આ ડ્રગ્સના આદી પણ થઈ શકે છે જેનાથી તેમની જિંદગી બરબાદ થવાની કગારે આવી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube