મુંબઈઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના મંત્રી નવાબ મલિક (Nawab Malik) ના ખુલાસાની પુષ્ટિ કરતા તેમના સહયોગી અને કોંગ્રેસના મંત્રી અસલમ શેખ (Aslam Sheikh) એ કહ્યુ કે, તેમને રેવ પાર્ટી માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેનો પર્દાફાશ 2 ઓક્ટોબરે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાશિફ ખાને પાર્ટીમાં બોલાવ્યા હતા- શેખ
અસમલ શેખે કહ્યુ કે, કાશિફ ખાને મને પાર્ટીમાં આમંત્રિત કર્યા હતા. હું તેમને જાણતો નહોતો અને જ્યાં સુધી હું જાણુ છું તેમની સાથે પહેલા ક્યારેય ફોન પર વાત થઈ નથી. આ તે પ્રકારનું નિમંત્રણ હતું, જેવુ મને રોજ મળે છે. મારો જવાનો કોઈ ઈરાદો નહોતો અને તેથી મેં તેના વિશે વધુ પૂછપરછ કરી નહીં અને મામલો ખતમ થઈ ગયો. વર્તમાનમાં બે એજન્સીઓ એનસીબી અને મુંબઈ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને સત્ય જલદી સામે આવશે. 


રાજકીય ફાયદા માટે ભાજપ લગાવી રહ્યું છે આરોપઃ શેખ
તેમણે આગળ કહ્યું કે, નવાબ મલિક જે રીતે લગભગ દરરોજ ખુલાસા કરી રહ્યા છે, તેનાથી તે સ્પષ્ટ થઈ ગયું છે કે મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી સરકારને બદનામ કરવાનું સુનિયોજિત ષડયંત્ર છે. વિપક્ષી ભારતીય જનતા પાર્ટીના આરોપો પર અસલમ શેખે કહ્યુ કે, તે રાજકીય લાભ મેળવવા માટે આદત મુજબ પોતાના વિરોધીઓ પર પાયાવિહોણા આરોપ લગાવે છે. 


આ પણ વાંચોઃ શું ગુજરાતમાં ફરી લાઈનો લાગશે? કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોએ સહાય માટે કરવું પડશે આ કામ


અસલમ શેખે કહ્યુ કે, સુશાંત સિંહ રાજપૂતના મોત દરમિયાન શું થયું? બિહાર ચૂંટણી સુધી ભાજપ મહારાષ્ટ્ર સરકાર, મંત્રીઓ અને નેતાઓને નિશાન બનાવી રહી હતી. ચૂંટણી પૂરી થયા બાદ સુશાંત વિવાદ પણ અચાનક ખતમ થઈ ગયો અને કોઈએ તેના વિશે વાત કરી નથી. 


તેમણે કહ્યું કે, મહા વિકાસ અઘાડીના નેતાઓ અને મંત્રીઓ વિરુદ્ધ હત્યાનો સીધો આરોપ લગાવવા માટે કેટલાક ભાજપ નેતાઓને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube