શું ગુજરાતમાં ફરી લાઈનો લાગશે? કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોએ સહાય માટે કરવું પડશે આ કામ

ગુજરાતમાં કોરોનામાં મોત થયેલા પરિવારજનોને વળતર આપવાની જાહેરાત કરાયા ભારે વિવાદ જોવા મળ્યો હતો. પરંતુ આખરે આ વિવાદનો અંત આવ્યો છે. 

શું ગુજરાતમાં ફરી લાઈનો લાગશે? કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોએ સહાય માટે કરવું પડશે આ કામ

ઝી ન્યૂઝ/બ્યૂરો: તાજેતરમાં સુપ્રીમ કોર્ટે (Supreme court on corona death compensation) કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને આર્થિક સહાય ચૂકવવા તાકિદ કરી હતી.  હવે ગુજરાત સરકાર દ્વારા કોરોનાથી મૃત્યું પામેલા લોકોના પરિવારજનોને સર્ટિફિકેટ આપવા માટે એક્શન પ્લાન સહિત સમિતિ તૈયાર કરવામાં આવી છે, અને સહાય  મેળવવા માટે 15 નવેમ્બરથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. ગુજરાતમાં કોરોનામાં મોત થયેલા પરિવારજનોને વળતર આપવાની જાહેરાત કરાયા ભારે વિવાદ જોવા મળ્યો હતો. અનેક એવા કિસ્સાઓમાં મૃતકના સર્ટિફિકેટમાં મોતનું સાચું કારણ કોરોના લખવામાં આવ્યું નહોતું. જના કારણે સહાય મેળવવા માટે તેઓ ખરા ઉતરતા નહોતા. પરંતુ આખરે આ વિવાદનો અંત આવ્યો છે. 

ગુજરાત સરકારે પરિવારજનોને સહાય મળી રહે તેના માટે એક સમિતિ બનાવી છે, તે સમિતિ દ્વારા વિવિધ મુદ્દાઓ ચકાસ્યા બાદ દર્દીનું મોત કોરોનાથી થયું છે કે નહીં એના પર ખરાઈ કરીને સર્ટિફિકેટ આપવામાં આવશે. હવે પ્રશ્ન તે ઉદ્દભવી રહ્યો છે કે શું સરકારની સહાય મેળવવા માટે ફરી એક લાઈનો લાગશે? સ્વાભિવક છે કે કોરોનામાં મૃત્યું થયેલા પરિવારજનો સહાય લેવા મૃત્યુંનું કારણ સર્ટિફિકેટમાં કોરોના કરાવવા માટે ફરીથી લાઈનમાં ઉભા રહેશે અને સર્ટિફિકેટ મેળવવા સરકારની આખી પ્રક્રિયા પ્રસાર કરવી પડશે.

મૃત્યુના કારણ સાથેનું સર્ટિફિકેટ અપાશે
રાજ્યમાં કોરોનાથી મૃત્યું પામેલા પરિવારજનોને એક સર્ટિફિકેટ આપવામાં આવશે. મહાનગરપાલિકા અને જિલ્લામાં મૃત્યુવિષયક ખાતરી માટે રચેલી સમિતી  સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે. જો તમારા પરિવારમાં કોરોનાથી કોઈ સભ્યનું મોત થયું હશે, પરંતુ સર્ટિફિકેટમાં કોરોના નહીં પરંતુ અન્ય કોઈ બિમારી દર્શાવાઈ હોય તો તેના પરિવારજનો 15 નવેમ્બરથી ફોર્મ ભરીને અરજી કરી શકશે.

સુપ્રીમ કોર્ટે 50 હજાર રૂપિયાનું વળતર ચૂકવવા કહ્યું
તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કોરોનામાં મૃત્યુ પામેલા નાગરિકોનાં પરિવારજનોને 50 હજાર રૂપિયા સહાય આપવા જણાવ્યું છે. પરંતુ તેના માટે ડેથ સર્ટિફિકેટમાં કોરોના લખેલું હોવું ફરજિયાત છે. આ વાતને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા એક ઠરાવ કરવામાં આવ્યો છે. જેના ફોર્મની પ્રક્રિયા 15મીથી શરૂ થશે.  જન્મ-મરણ નોંધણીના નિયમો પ્રમાણે મૃતકને મૃત્યુ વખતે જે તબીબે સારવાર કરી હોય તે ડોક્ટર મૃત્યુનું કારણ જણાવી શકે છે. આવા સમયે પરિવારજનો જે સભ્યનું જે તે હોસ્પિટલમાં મોત થયું હોય તેઓ ફોર્મ નંબર-4 અને એ સિવાયના કિસ્સામાં ફોર્મ નંબર 4-A પ્રમાણે રજિસ્ટ્રારને મરણની નોંધણી માટે મોકલવામાં આવે છે.

વોર્ડ-ઝોનદીઠ સબ-રજિસ્ટ્રારની નિમણૂક
શહેરી વિસ્તારમાં વોર્ડ-ઝોનદીઠ સબ-રજિસ્ટ્રારની નિમણૂક કરવામાં આવેલી છે. તેમને અરજી કરવાની રહેશે.  જેના માટે મહાનગરપાલિકા કે નગરપાલિકાએ તેમનાં નામ, હોદ્દા, કચેરીનું સ્થળ અને સંપર્કની વિગતો, કામકાજનો સમય વગેરે દર્શાવવાનાં રહેશે. મૃતકના પરિવારજનો પાસે મૃત્યુનું કારણ ના હોય કે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પ્રમાણે પરિસ્થિતિમાં સમાવેશ ના થયો હોય અને મૃત્યુના કારણથી સંતુષ્ટ ના હોય તથા કોરોનાથી મૃત્યુ પામેલાં સ્વજનોના દસ્તાવેજ કે પ્રમાણપત્ર મેળવવા માગતા હોય તેઓ કલેક્ટરને આ અંગે અરજી કરી શકશે.

મૃત્યુના પ્રમાણપત્રની નકલ કોણ અને ક્યાંથી મળશે
નગરપાલિકામાં રજિસ્ટ્રાર (જન્મ-મરણ) અને નગરપાલિકાના મુખ્ય અધિકારી સર્ટિફિકેટ આપશે. તેવી જ રીતે, મહાનગરપાલિકામાં રજિસ્ટ્રાર (જન્મ-મરણ) અને તબીબી અધિકારી, ગ્રામ્યકક્ષાએ રજિસ્ટ્રાર (જન્મ-મરણ) અને તલાટી-કમ-મંત્રી, કેન્ટોનમેન્ટ બોર્ડ, અમદાવાદમાં રજિસ્ટ્રાર (જન્મ-મરણ) અને મુખ્ય કારોબારી અધિકારી, નિર્દિષ્ટ ઔદ્યોગિક વિસ્તાર, સ્વતંત્ર વિસ્તારઃ રજિસ્ટ્રાર (જન્મ-મરણ) અને મુખ્ય અધિકારી અને જંગલ વિસ્તારમાં રજિસ્ટ્રાર (જન્મ-મરણ) અને રેન્જ ફોરેસ્ટ અધિકારી આપશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news