Aryan Khan ડ્રગ્સ કેસમાં સાક્ષી કિરણ ગોસાવીની ધરપકડ, લાંબા સમયથી ફરાર હતો
આર્યન ખાન ડ્રગ્સ કેસમાં સાક્ષી કિરણ ગોસાવીની મહારાષ્ટ્રમાં પુના પોલીસે ધરપકડ કરી છે. કિરણ ગોસાવીની વર્ષ 2018ના ફ્રોડ કેસ મામલે ધરપકડ કરાઈ છે.
પુના: આર્યન ખાન ડ્રગ્સ કેસમાં સાક્ષી કિરણ ગોસાવીની મહારાષ્ટ્રમાં પુના પોલીસે ધરપકડ કરી છે. કિરણ ગોસાવીની વર્ષ 2018ના ફ્રોડ કેસ મામલે ધરપકડ કરાઈ છે. અત્રે જણાવવાનું કે વર્ષ 2018માં ચિન્મય દેશમુખ નામની વ્યક્તિએ મલેશિયામાં નોકરી અપાવવા માટે કિરણ ગોસાવીને 6 લાખ રૂપિયા આપ્યા હતા. પરંતુ જોબ ન મળી. ત્યારબાદ પોલીસમાં ફરિયાદ થઈ હતી. આ કેસમાં તે ભાગેડુ જાહેર થયો હતો.
સરન્ડર કરવા માંગતો હતો કિરણ ગોસાવી?
નોંધનીય છે કે જ્યારથી આર્યન ખાનનો મામલો સામે આવ્યો છે ત્યારથી કિરણ ગોસાવીની ધરપકડ કરવા માટે પોલીસે ટીમ બનાવી હતી. કિરણ ગોસાવી પણ સતત સરન્ડરની વાત કરતો હતો. જો કે હવે પોલીસે કિરણ ગોસાવીની ધરપકડ કરી લીધી છે.
સમીર વાનખેડેના લગ્ન કરાવનારા મૌલાનાનો મોટો ખુલાસો, 15 વર્ષ જૂની સમગ્ર કહાની જણાવી
કિરણ ગોસાવીને આર્યન ખાન સાથે સેલ્ફી થઈ હતી વાયરલ
આર્યન ખાન કેસમાં સાક્ષી કિરણ ગોસાવીનું નામ ચર્ચામાં ત્યારે આવ્યું જ્યારે બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની સાથે કિરણ ગોસાવીની એક સેલ્ફી વાયરલ થઈ હતી. કિરણ ગોસાવીએ પોતે આર્યન ખાન સાથે પોતાની સેલ્ફી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. પહેલા લોકોને લાગ્યું હતું કે આર્યન ખાન સાથે સેલ્ફી લેનારી વ્યક્તિ એનસીબીનો કોઈ અધિકારી છે. પરંતુ પાછળથી ખબર પડી કે તે કિરણ ગોસાવી છે અને આ કેસમાં એક સાક્ષી છે.
પાકિસ્તાનની જીત પર છાકટા બની એલફેલ બોલનારા Pak મંત્રીને ભારતના મુસલમાને આપ્યો જવાબ
વાયરલ ઓડિયો ક્લિપ મુજબ લખનૌની મડિયાંવ પોલીસે કિરણ ગોસાવીને સરન્ડર કરાવવાની ના પાડી હતી. ફોન કોલ દરમિયાન કિરણ ગોસાવીએ પૂછ્યું હતું કે શું આ મડિયાંવ પોલીસ ચોકી છે? ત્યારબાદ કિરણ ગોસાવીએ કહ્યું હતું કે હું સરન્ડર કરવા માંગુ છું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube