સમીર વાનખેડેના લગ્ન કરાવનારા મૌલાનાનો મોટો ખુલાસો, 15 વર્ષ જૂની સમગ્ર કહાની જણાવી

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) ના મુંબઈ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે અંગે રોજેરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે તેમના ધર્મ અંગે મોટો ખુલાસો થયો છે. એક મૌલાનાએ દાવો કર્યો છે કે સમીર વાનખેડે અને શબાના કુરેશી બંને મુસલમાન હતા આથી તેમણે નિકાહ કરાવ્યા હતા. 

સમીર વાનખેડેના લગ્ન કરાવનારા મૌલાનાનો મોટો ખુલાસો, 15 વર્ષ જૂની સમગ્ર કહાની જણાવી

મુંબઈ: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) ના મુંબઈ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે અંગે રોજેરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે તેમના ધર્મ અંગે મોટો ખુલાસો થયો છે. એક મૌલાનાએ દાવો કર્યો છે કે સમીર વાનખેડે અને શબાના કુરેશી બંને મુસલમાન હતા આથી તેમણે નિકાહ કરાવ્યા હતા. 

સમીરનો હિન્દુ હોવાનો દાવો ખોટો- મૌલાના
મૌલાના મુઝમ્મિલ અહેમદનું કહેવું છે કે જો સમીર વાનખેડેનો દાવો હોય કે તેઓ હિન્દુ છે તો તેઓ ખોટું બોલી રહ્યા છે. કારણ કે નિકાહ સમયે તેઓ મુસલમાન હતા અને તેમના પિતા પણ મુસલમાન હતા. મૌલાનાએ કહ્યું કે સમીર અને શબાના બંને મુસલમાન હતા. એટલે જ નિકાહ કરાવ્યા હતા અને કાર્યક્રમમાં હજાર બે હજાર લોકો હાજર રહ્યા હતા. 

अन्य Videos यहां देखें - https://t.co/ZoADfwAHdk pic.twitter.com/1ofZWO9g0X

— Zee News (@ZeeNews) October 27, 2021

નવાબ મલિકે શેર કર્યું નિકાહનામું
આ અગાઉ એનસીપી નેતા નવાબ મલિકે સમીર વાનખેડેના પહેલા લગ્નનો ફોટો અને નિકાહનામું શેર કર્યું હતું. નવાબ મલિકે ટ્વીટ કરીને કહ્યું કે 7 ડિસેમ્બર 2006ના ગુરુવારના રોજ રાતે 8 વાગે સમીર દાઉદ વાનખેડે (Sameer Wankhede) અને શબાના કુરેશી વચ્ચે નિકાહ થયો હતો. આ નિકાહ મુંબઈના અંધેરી (વેસ્ટ) ના લોખંડવાલા કોમ્પલેક્સમાં થયો હતો. બીજી ટ્વીટમાં તેમણે લખ્યું કે નિકાહમાં 33 હજાર રૂપિયા મેહર તરીકે અદા કરાયા હતા. જેમાં સાક્ષી નંબર 2 અઝીઝ ખાન હતા. જે સમીર દાઉદ વાનખેડેની મોટી બહેન યાસમીન દાઉદ વાનખેડેના પતિ છે. 

— Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp) October 27, 2021

સમીર વાનખેડેના પહેલા લગ્નનો ફોટો પણ શેર કર્યો
આ સાથે જ નવાબ મલિકે પોતાની અન્ય ટ્વીટમાં એક ફોટો કર્યો અને દાવો કર્યો કે તે સમીર વાનખેડે અને શબાના કુરેશીના નિકાહની તસવીર છે. તેમણે ફોટા સાથે લખ્યું કે પ્યારી જોડીની તસવીર. સમીર દાઉદ વાનખેડે અને ડો.શબાના કુરેશી. આ સાથે જ તેમણે એક મેરેજ સર્ટિફિકેટ પણ શેર કર્યું અને દાવો કર્યો કે સમીર વાનખેડેનું નિકાહનામું છે. તેમણે લખ્યું કે 'આ છે ડો.શબાના કુરેશી સાથે 'સમીર દાઉદ વાનખેડે'ના પહેલા  લગ્નનું નિકાહનામું.'

— Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp) October 27, 2021

સમીર વાનખેડેએ સ્વીકારી હતી શબાના કુરેશી સાથે લગ્નની વાત
આ અગાઉ સમીર વાનખેડેએ શબાના કુરેશી સાથે લગ્નની વાત સ્વીકારી હતી અને જણાવ્યું હતું કે વર્ષ 2016માં બંનેએ પરસ્પર સહમતિથી તલાક લીધા હતા. નવાબ મલિકના આરોપો પર જવાબ આપતા પ્રેસ રિલીઝ બહાર પાડી આ વાતની જાણકારી આપી હતી. સમીર વાનખેડેએ એવું પણ જણાવ્યું હતું કે તેમણે વર્ષ 2017ના અંતમાં ક્રાંતિ રેડકર સાથે લગ્ન કર્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news