ગ્લોબલ વોર્મિંગનું પરિણામ, અતિ વરસાદથી દેશના અનેક રાજ્યોમાં જળબંબાકારની સ્થિતિ, ગુજરાત-મહારાષ્ટ્રમાં રેડ અલર્ટ
દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. અનેક જગ્યાએ વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. રસ્તાઓ પર પાણી ભરાયા છે. ભારે પાણીને કારણે લોકો મુશ્કેલીનો પણ સામનો કરી રહ્યાં છે.
નવી દિલ્હીઃ દેશના અનેક રાજ્યોમાં અત્યારે આફતનો વરસાદ વરસી રહ્યો છે.. જેના કારણે ઉત્તર પ્રદેશના 20 જિલ્લામાં પૂરની સ્થિતિ છે... તો ગંગા-યમુના અને રાપ્તી નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે... તો અસમ અને એર્નાકુલમમાં પણ ભારે વરસાદે તબાહી મચાવવાનું શરૂ કર્યું છે... ત્યારે દેશના કયા રાજ્યમાં કુદરતનો કેવો મિજાજ જોવા મળ્યો?.. જોઈશું આ રિપોર્ટમાં...
જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી... આ અનરાધાર વરસાદનો કહેર છે... જ્યાં ઉનાળામાં પાણીનું સંકટ સર્જાયું હતું... તે તમામ જગ્યા પર અત્યારે મેઘરાજાની મહેરથી પાણીનું સામ્રાજ્ય છે... હવે તો લોકો મેઘરાજા ખમૈયા કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે...
ઉત્તર પ્રદેશના ગોરખપુર શહેરની આ સ્થિતિ છે. અહીંયા અતિ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.... નીચાણવાળા વિસ્તારોમાં રાપ્તી નદીનું પાણી ફરી વળ્યું છે... અને ઉપરવાસમાં વરસાદથી નદીમાં સતત જળસ્તર વધી રહ્યું છે... જેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે.... લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે હોડીનો ઉપયોગ કરી રહ્યા છે... તો સ્થાનિક પ્રશાસન જરૂરિયાતમંદો સુધી ફૂડ પેકેટ પણ પહોંચાડી રહ્યું છે.
આ પણ વાંચોઃ મને મારા પુત્રની શહીદી પર ગર્વ, આર્મી ડેના દિવસે જન્મ્યો અને આર્મી માટે શહીદ થયો
આ તરફ કેરળના એર્નાકુલમ શહેરમાં પણ ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે.... દ્રશ્યોમાં જોઈ શકાય છેકે શહેરના નીચાણવાળા વિસ્તારમાં પૂરના પાણી ફરી રહ્યા છે... તો અલુવા મનપ્પુરમ મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે... જેના કારણે મંદિરના પૂજારીઓ પાણીમાં તરીને મંદિર પહોંચી રહ્યા છે... પરંતુ પાણી ભરાવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે...
તો અસમમાં મેઘરાજાએ ખમૈયા કરતાં લોકોએ રાહત અનુભવી છે... પરંતુ હજુપણ અનેક વિસ્તારોમાં પૂરના પાણી ઓસર્યા નથી... તેમાંથી એક છે મોરેગાંવ... મોરેગાંવના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે... જેમાં જોઈ શકાય છે કે પૂરના પાણી ધીમે-ધીમે ઘટી રહ્યા છે.... પરંતુ તેણે વિસ્તારમાં ભારે તારાજી સર્જી છે....
અસમના મોરેગાંવમાં ભારે વરસાદ બાદ પૂરના કારણે સૌથી ખરાબ સ્થિતિ છે... ત્યારે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ સ્થાનિક કોંગ્રેસના નેતાઓ સાથે હોડીની મદદથી મોરેગાંવ પહોંચ્યું... જ્યાં તેમણે પૂરગ્રસ્ત વિસ્તારના લોકો સાથે મુલાકાત કરી... પ્રતિનિધિમંડળે પૂરના કારણે વિસ્તારમાં કેવી સ્થિતિ સર્જાઈ છે, કોને કેટલું નુકસાન થયું છે તે અંગે જાણકારી મેળવીને તમામ લોકોને શક્ય એટલી મદદની ખાતરી આપી.
આ પણ વાંચોઃ 640 કરોડનો વિલા, 21 કરોડની કસ્ટમ જ્વેલરી અને 108 કરોડનો નેકલેસ, રાધિકાને મળી આ ભેટ
આ દ્રશ્યો પાણીના પ્રચંડ પ્રહારના છે... મહારાષ્ટ્રના નાશિકમાં આવેલાં અંજનેરી કિલ્લા પર 200થી 300 લોકો ફરવા આવ્યા.... પરંતુ ભારે વરસાદ બાદ પગથિયા પર પાણીનો ભારે પ્રવાહ શરૂ થઈ જતાં ફસાઈ ગયા.... જોકે વન વિભાગની ટીમે માનવ સાંકળ બનાવીને તમામ લોકોને 6 કલાકની મહેનત પછી બચાવી લીધા....
હજુ તો અનેક વિસ્તારોમાં પૂરના પાણી ઉતર્યા નથી... ત્યાં હવામાન વિભાગે ફરી ભારે વરસાદની આગાહી કરી છે... ઉત્તરાખંડ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, કર્ણાટકમાં ભારે વરસાદ પડશે... તો તમિલનાડુ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે... આ તરફ સિક્કિમ, આંદામાન અને નિકોબારમાં ભારે વરસાદની આગાહી છે. તો ઓડિશા, ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની આગાહી છે.
એટલે હજુ પણ દેશમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ જોવા મળશે અને લોકોએ તેનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે.