મુકેશ-નીતા અંબાણીએ ખોલ્યો ખજાનો, 640 કરોડનો વિલા, 21 કરોડની કસ્ટમ જ્વેલરી અને 108 કરોડનો ચોકર નેકલેસ... નાની વહુને આ ભેટ આપી

Anant Ambani Radhika Merchant Wedding Gifts: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં દેશ-વિદેશના મોટા-મોટા બિઝનેસમેન, સેલેબ્સ, રાજનીતિ અને રમત ક્ષેત્રની હસ્તિઓ પહોંચી હતી. આ લગ્નના ઘણા ઇનસાઇડ વીડિયો સામે આવી રહ્યાં છે, જેમાં જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં જોરદાર નજારો જોવા મળ્યો છે. પરંતુ ઘણા લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે આખરે નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ પોતાની વહુરાણીને ભેટમાં શું આપ્યું. તો આવો તમને જણાવીએ સાસુ-સસરા તરફથી રાધિકાને લગ્નમાં શું ભેટ મળી છે.

આલીશાન વિલા

1/5
image

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે નીતા અંબાણીએ પુત્રવધૂ અને પુત્રને લગ્નની ભેટમાં દુબઈની પાસે પામ જુમેરાહમાં બનેલ એક આલીશાન વિલા ભેટમાં આપ્યો છે. આ વિલા દુબઈની પાસે પોશ વિસ્તારમાં છે.

 

10 બેડરૂમ અને પ્રાઇવેટ બીચ

2/5
image

આ પામ જુમેરામાં બનેલા વિલાની કિંમત આશરે 640 કરોડ છે. આ વિલામાં આશરે 10 બેડરૂમ અને એક પ્રાઇવેટ બીચ છે.

 

બેંટલે કાર

3/5
image

આમ તો અંબાણી પરિવારમાં દરેક સભ્ય પાસે શાનદાર કારોનું કલેક્શન છે. પરંતુ મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ નાના પુત્ર અનંતને લગ્નની ભેટ તરીકે બેંટલે કોન્ટિનેન્ટલ જીટીસી સ્પીડ કાર આપી છે. આ કારની કિંમત 5.42 કરોડ જેટલી છે.

કસ્ટમ મેડ જ્વેલરી

4/5
image

નવી દુલ્હનને નીતા અંબાણીએ કસ્ટમ મેડ જ્વેલરી અને Cartier brooch આપ્યું છે. તેની કિંમત આશરે 21 કરોડ 70 લાખ રૂપિયા છે.

 

108 કરોડનો ડાયમંડ ચોકર હાર

5/5
image

આ સિવાય નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ અંબાણી ખાનદાનની નાની પુત્રવધૂ રાધિકાને મોતી અને ડાયમંડથી જડીત ચોકર હાર પણ આપ્યો છે, ભારતીય રૂપિયામાં તેની કિંમત 108 કરોડ છે.