જ્ઞાનવાપી મસ્જિદ મામલો: કોર્ટે ASI તપાસની મંજૂરી આપતા ઓવૈસી ભડક્યા, કહ્યું-`ઈતિહાસ દોહરાવવામાં આવશે`
કાશી વિશ્વનાથ મંદિર અને તે પરિક્ષેત્રમાં સ્થિત જ્ઞાનવાપી મસ્જિદ મામલે સિવિલ જજ સિનિયર ડિવિઝન ફાસ્ટ ટ્રેક કોર્ટની અદાલતે પુરાતાત્વિક સર્વે કરાવવાનો આદેશ આપ્યા બાદ આ મામલે હવે રાજકારણ શરૂ થઈ ગયું છે.
વારાણસી: કાશી વિશ્વનાથ મંદિર અને તે પરિક્ષેત્રમાં સ્થિત જ્ઞાનવાપી મસ્જિદ મામલે સિવિલ જજ સિનિયર ડિવિઝન ફાસ્ટ ટ્રેક કોર્ટની અદાલતે પુરાતાત્વિક સર્વે કરાવવાનો આદેશ આપ્યા બાદ આ મામલે હવે રાજકારણ શરૂ થઈ ગયું છે. અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસજી મહારાજે આ ચુકાદા પર ખુશી વ્યક્ત કરી છે. જ્યારે એઆઈએમઆઈએમ અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ એક પછી એક અનેક ટ્વીટ કરીને આ ચુકાદા પર સવાલ ઉઠાવ્યા છે.
અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું-ઈતિહાસ દોહરાવવામાં આવશે
અસદુદ્દીન ઓવૈસીએ ટ્વીટ કરીને કહ્યું કે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને મસ્જિદ કમિટીએ આ આદેશ પર તરત અપીલ કરીને તેમાં સુધારો કરાવવો જોઈએ. ASI થી ફક્ત ફ્રોડની શક્યતા છે અને ઈતિહાસ દોહરાવવામાં આવશે. જેવું બાબરીના મામલે થયું હતું. કોઈ પણ વ્યક્તિને મસ્જિદની પ્રકૃતિ બદલવાનો કોઈ અધિકાર નથી.
બાબરી મસ્જિદના પક્ષકારે કર્યું સ્વાગત
બાબરી મસ્જિદ કેસમાં પક્ષકાર રહેલા મોહમ્મદ ઈકબાલ અન્સારીએ કોર્ટના ચુકાદાનું સ્વાગત કરતા કહ્યું કે આ મામલે સચ્ચાઈ સામે આવશે. તેમણે કહ્યું કે આ કેસ ખુબ જૂનો રહ્યો છે અમે ઈચ્છીએ છીએ કે આ કેસનો ઉકેલ આવે અને હિન્દુ મુસ્લિમમાં સૌહાર્દ જળવાઈ રહે. આશા છે કે વારાણસીની ફાસ્ટ ટ્રેક કોર્ટના આદેશ મુજબ 5 લોકોની ટીમ બનશે, તે સારી રીતે પોતાનું કામ કરશે અને જે સચ્ચાઈ હશે તે સામે આવશે.
દાયકા જૂનો છે આ કાનૂની વિવાદ
વારાણસીમાં બાબા વિશ્વનાથના મંદિર પર હિન્દુઓની આસ્થા અને દલીલોનો સૌથી મોટો આધાર રહ્યો છે. પરંતુ ઝી ન્યૂઝે 83 વર્ષ જૂનો એ દસ્તાવેજ શોધી કાઢ્યો છે જે આ વિવાદને નવો વળાંક આપી શકે છે. કાશી વિશ્વનાથ વિવાદમાં હજુ પણ કેસ ચાલુ છે જેની શરૂઆત 1991માં થઈ હતી. એટલે કે લગભગ 30 વર્ષ જૂનો કેસ છે પરંતુ આ કાનૂની વિવાદ અનેક દાયકા જૂનો છે.
પહેલીવાર વર્ષ 19936માં કોર્ટમાં ગયો હતો કેસ
સ્વતંત્રતા પહેલા 1936માં પણ આ મામલો કોર્ટમાં ગયો હતો. ત્યારે હિન્દુ પક્ષ નહીં પરંતુ મુસ્લિમ પક્ષે વારાણસી જિલ્લા કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજી દીન મોહમ્મદ નામના વ્યક્તિએ કરી હતી અને કોર્ટ પાસે માંગણી કરી હતી કે આખું જ્ઞાનવાપી પરિસર મસ્જિદની જમીન જાહેર કરવું જોઈએ. 1937માં તેના પર ચુકાદો આવ્યો જેમાં દીન મોહમ્મદના દાવાને ફગાવવામાં આવ્યો પરંતુ વિવાદિત સ્થળે નમાજ પઢવાની મંજૂરી આપવામાં આવી.
CRPF જવાનને તાબડતોબ છોડવો પડ્યો...કારણ કે 'આ' ડરના કારણે નક્સલીઓના ટાંટિયા ઢીલા થઈ ગયા હતા
Corona Update: તમામ રેકોર્ડ તૂટ્યા, એક જ દિવસમાં મસમોટો 'કોરોના બોમ્બ' ફૂટ્યો, 700થી વધુ લોકોના મોત
Shocking! ચીનની વુહાન લેબમાં કોરોનાથી પણ ખતરનાક વાયરસ, ચોખા-કપાસથી થયો ચોંકાવનારો ખુલાસો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube