CRPF જવાનને તાબડતોબ છોડવો પડ્યો...કારણ કે 'આ' ડરના કારણે નક્સલીઓના ટાંટિયા ઢીલા થઈ ગયા હતા
આ ક્રુર નક્સલીઓ આટલી સરળતાથી રાકેશ્વરસિંહ મન્હાસને છોડવા માટે તૈયાર કેવી રીતે થયા. આ પાછળ બે મુખ્ય કારણ છે.
Trending Photos
નવી દિલ્હી: CRPF જવાન રાકેશ્વર સિંહ મન્હાસને નક્સલીઓએ 5 દિવસ બાદ ગઈ કાલે 8 એપ્રિલના રોજ છોડી મૂક્યો. પરંતુ આ નક્સલીઓ જે રીતે જવાનને બંધક બનાવીને લાવ્યા, તેમને અપમાનિત કર્યા અને ગામમાં તેમની પરેડ કરાવી તેનાથી તો એવું લાગે છે કે રાકેશ્વરસિંહ મન્હાસ ભારતમાં નહીં પરંતુ કોઈ દુશ્મન દેશમાં હતા અને તેમને ત્યાં બંધક બનાવવામાં આવ્યા.
નક્સલીઓનું ઈવેન્ટ મેનેજમેન્ટ
આ નક્સલવાદીઓ તેમને દોરડાથી બાંધીને બીજાપુરના આદિવાસી વિસ્તારમાં લાવ્યા જે નક્સલ પ્રભાવિત છે. જો કે તે પહેલા આ નક્સલીઓએ તેની જાણકારી ત્યાંના કેટલાક ગામડાઓ, આદિવાસી નેતાઓ અને મીડિયાકર્મીઓને આપી. જ્યારે ત્યાં ભીડ ભેગી થઈ ત્યારે આ હથિયારબંધ નક્સલીઓ રાકેશ્વર સિંહ મન્હાસને ત્યાં લઈ આવ્યા. મીડિયા સામે તેમના બાંધેલા હાથ ખોલ્યા અને પછી તેમને છોડી મૂક્યા.
જવાન સાથેનો આ વ્યવહાર સમગ્ર દેશ માટે પડકાર
ઝી ન્યૂઝ પહેલી એવી ચેનલ હતી જેણે રાકેશ્વર સિંહના છૂટકારા માટે મુહિમ શરૂ કરી હતી અને આ શુભ સમાચાર છે કે રાકેશ્વરસિંહ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. જો કે એવું લાગે છે કે નક્સલીઓએ બંધક બનાવેલા જવાન સાથે જે વ્યવહાર કર્યો તે સમગ્ર દેશને જાણે તેમણે પડકાર ફેંક્યો છે અને આ માટે અમે આ તસવીરો પર આકરી ટીકાની જગ્યાએ કાર્યવાહીની માગણી કરીએ છીએ.
રાકેશ્વરસિંહના છૂટકારા માટે કેમ તૈયાર થયા નક્સલીઓ, બે કારણ
હવે તમે જાણો કે આ ક્રુર નક્સલીઓ આટલી સરળતાથી રાકેશ્વરસિંહ મન્હાસને છોડવા માટે તૈયાર કેવી રીતે થયા. આ પાછળ બે મુખ્ય કારણ છે. જેમાં સૌથી મોટું કારણ છે, સરકારનો ડર. 22 જવાનોની શહાદત બાદ દેશના લોકોમાં ગુસ્સો હતો અને નક્સલીઓને તેની ખબર પડી ગઈ હતી કે કેન્દ્રીય રિઝર્વ સુરક્ષા દળના 22 જવાનોના જીવ લીધા બાદ હવે મોદી સરકાર તેમને છોડશે નહીં. સરકાર દરેક મોતનો હિસાબ લેશે. આથી નક્સલીઓએ એક યોજના તૈયાર કરી અને દરરોજ સરકાર સુધી મેસેજ પહોંચાડતા રહ્યા કે રાકેશ્વર મન્હાસ સુરક્ષિત છે.
આવી કરી તૈયારીઓ
પહેલા પત્ર બહાર પાડવામાં આવ્યો અને ત્યારબાદ રાકેશ્વર સિંહ મન્હાસની તસવીર બહાર પાડી. જેમાં જણાવવામાં આવ્યું કે નક્સલીઓ રાકેશ્વરની સારવાર કરાવી રહ્યા છે. ત્યારબાદ મધ્યસ્થતાની રજુઆત કરાઈ અને પછી સ્થાનિક પત્રકારોનો સંપર્ક કરવામાં આવ્યો. આખરે લોકો વચ્ચે એક ઈવેન્ટ કરીને રાકેશ્વર સિંહ મન્હાસને છોડી મૂકવામાં આવ્યા. એટલે કે નક્સલીઓ સરકાર સુધી એ મેસેજ પહોંચાડવાની કોશિશ કરતા રહ્યા કે તેઓ વાતચીત કરવા માંગે છે.
Chhattisgarh: CoBRA jawan Rakeshwar Singh Manhas brought to CRPF camp, Bijapur after he was released by Naxals pic.twitter.com/L1FKSCtVnb
— ANI (@ANI) April 8, 2021
બીજુ કારણ, આ વાતનો ડર
રાકેશ્વરસિંહ મન્હાસને છોડવાની પાછળ બીજુ કરાણ હતું નક્સલીઓને એ વાતનો ડર હતો કે જો બંધક બનાવવામાં આવેલા જવાન રાકેશ્વરસિંહ મન્હાસને વધુ સમય સુધી તેમણે પોતાની પાસે રાખ્યો તો સરકાર તેમના પર મોટી સ્ટ્રાઈક કરી નાખશે અને તેનાથી તેઓ સ્થાનિક લોકોની સાથે સાથે પોતાના કેડરનો ભરોસો પણ ગુમાવી દેશે.
પરિવારે પીએમ મોદીનો માન્યો આભાર
રાકેશ્વર સિંહ મન્હાસના છૂટકારા બાદ તેમના પરિવારે રાહતના શ્વાસ લીધા છે. તેમની ચાર વર્ષની પુત્રી અને પત્નીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ બદલ આભાર માન્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે