હૈદરાબાદઃ AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ હિજાબ વિવાદ પર આવેલા કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને બંધારણ વિરુદ્ધ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, આ નિર્ણય ધર્મ, સંસ્કૃતિ, અભિવ્યક્તિ અને કલાની સ્વતંત્રતા જેવા મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કરે છે. તેની મુસ્લિમ મહિલાઓ પર નકારાત્મક અસર પડશે, તેને નિશાન બનાવવામાં આવશે. ઓવૈસીએ કહ્યુ કે, આધુનિકતા ધાર્મિક પ્રથાઓ છોડવા વિશે નથી. આખરે હિજાબ પહેરવાથી શું સમસ્યા છે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓવૈસીએ ટ્વીટ કરી કહ્યુ કે, હું હિજાબ પર કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયથી સહમત નથી. નિર્ણયથી અસહમત હોવુ મારો અધિકાર છે અને મને આશા છે કે અરજીકર્તા સુપ્રીમ કોર્ટ સમક્ષ અપીલ કરશે. તેમણે કહ્યું, મને આશા છે કે ન માત્ર ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ પરંતુ અન્ય ધાર્મિક સંગઠન પણ આ ચુકાદા વિરુદ્ધ અપીલ કરશે. 


આ પણ વાંચોઃ ખરાબ સ્થિતિમાં પણ યુક્રેનથી અમે 22500થી વધુ વિદ્યાર્થીઓને ભારત લાવ્યા, સંસદમાં બોલ્યા વિદેશમંત્રી  


હૈદરાબાદના સાંસદે કહ્યુ- 'બંધારણની પ્રસ્તાવનામાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિની પાસે વિચાર, અભિવ્યક્તિ, વિશ્વાસ, આસ્થા અને પૂજાની સ્વતંત્રતા છે. જો આ મારો વિશ્વાસ છે કે મારા માથાને ઢાંકવુ જરૂરી છે તો મને તેને વ્યક્ત કરવાનો અધિકાર છે, જે મને યોગ્ય લાગે છે. એક ધર્મનિષ્ઠ મુસલમાન માટે હિજાબ પણ એક ઇબાદત છે.'


એક અન્ય ટ્વીટમાં ઓવૈસીએ કહ્યુ, 'આ જરૂરી ધાર્મિક પ્રેક્ટિસ ટેસ્ટની સમીક્ષા કરવાનો સમય છે. એક ભક્ત માટે બધુ જરૂરી છે અને એક નાસ્તિક માટે કંઈપણ જરૂરી નથી. એક ભક્ત હિન્દુ બ્રાહ્મણ માટે જનોઈ જરૂરી છે પરંતુ બિન-બ્રાહ્મણ માટે તે ન હોઈ શકે. ન્યાયાધીશ જરૂરીયાત નક્કી કરે તે યોગ્ય નથી.'


આ પણ વાંચોઃ BJP સાંસદોના બાળકોને ટિકિટ ન મળવા બદલ હું જવાબદાર: PM મોદી


તેમણે કહ્યુ કે, એક ધર્મને અન્ય લોકોની જરૂરીયાત નક્કી કરવાનો અધિકાર નથી. આ વ્યક્તિ અને ઈશ્વર વચ્ચે છે. રાજ્યને ધાર્મિક અધિકારોમાં હસ્તક્ષેપ કરવાની મંજૂરી માત્ર ત્યારે આપવી જોઈએ જ્યારે આ પ્રકારના પૂજા કાર્યો બીજાને નુકસાન પહોંચાડે છે. હેડસ્કાર્ફ કોઈને નુકસાન પહોંચાડતો નથી. 


ઓવૈસીએ કહ્યુ- હેડસ્કાર્ફ પર પ્રતિબંધ ચોક્કસપણે ધર્મનિષ્ઠ મુસ્લિમ મહિલાઓ અને તેના પરિવારોને નુકસાન પહોંચાડે છે, કારણ કે આ તેને શિક્ષણ પ્રાપ્ત કરવાથી રોકે છે. વિવાદમાં ઉપયોગ કરવામાં આવી રહેલું બહાનું તે છે કે યુનિફોર્મ એકરૂપતા નક્કી કરશે. કઈ રીતે? શું બાળકોને ખબર નહીં પડે કે ધનવાન/ગરીબ કોણ છે? શું જાતિનું નામ બેકગ્રાઉન્ડને દર્શાવતું નથી? 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube