વંશવાદ પર PM મોદીએ સાધ્યું નિશાન, કહ્યું- BJP સાંસદોના બાળકોને ટિકિટ ન મળવા બદલ હું જવાબદાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપની સંસદીય દળની બેઠકમાં કહ્યું કે વંશવાદ લોકતંત્ર માટે જોખમ છે. આપણે તેના વિરુદ્ધ લડવું પડશે. લોકતંત્રની રક્ષા માટે શરૂ થયેલી આ લડાઈમાં પાર્ટીના તમામ સાંસદોએ વંશવાદની રાજનીતિ વિરુદ્ધ લડવું પડશે.

વંશવાદ પર PM મોદીએ સાધ્યું નિશાન, કહ્યું- BJP સાંસદોના બાળકોને ટિકિટ ન મળવા બદલ હું જવાબદાર

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી વંશવાદની રાજનીતિ વિરુદ્ધ છે અને હાલમાં જ થયેલી વિધાનસભા ચૂંટણીઓમાં તેમના કારણે જ પાર્ટીના અનેક સાંસદોના પુત્રો-પુત્રીઓને ટિકિટ મળી શકી નહીં. પ્રધાનમંત્રીએ આ વાત ભાજપની સંસદીય દળની બેઠકમાં કરી. આ જાણકારી સૂત્રોએ આપી. 

પુત્રો-પુત્રીને ટિકિટ ન મળવાનું કારણ હું છું- પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપની સંસદીય દળની બેઠકમાં કહ્યું કે વંશવાદ લોકતંત્ર માટે જોખમ છે. આપણે તેના વિરુદ્ધ લડવું પડશે. લોકતંત્રની રક્ષા માટે શરૂ થયેલી આ લડાઈમાં પાર્ટીના તમામ સાંસદોએ વંશવાદની રાજનીતિ વિરુદ્ધ લડવું પડશે. તેમણે એમ પણ કહ્યું કે પરિવારવાદ વિરુદ્ધ જો આપણે બીજી પાર્ટીઓ સામે જંગ લડી રહ્યા છીએ તો તેના પર આપણે આપણી પાર્ટીમાં પણ વિચાર કરવો જોઈએ. જો સાંસદોના પુત્રોને ટિકિટ ન મળી તો તેના માટે હું જવાબદાર છું અને જો તે પાપ છે તો મે તે કર્યું છે અને હું તમારો આભારી છું કે આમ છતાં તમે મારી સાથે છો. 

સંગઠનની અંદર થઈ કોશિશ
પીએમ મોદીએ કહ્યું કે આ પ્રકારના રાજકારણ પર અંકુશ લગાવવા માટે ભાજપે પોતાના સંગઠનની અંદર જ એક કોશિશ શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે હાલમાં જ થયેલી ચૂંટણીઓમાં જો કોઈ પણ મોટા પદ પર બેઠેલા ખાસ કરીને સાંસદોના પુત્રો કે પુત્રીઓને ટિકિટ ન મળી તો તે તેમના કારણે બન્યું. 

આ રીતે પોલિંગ બૂથ પર કરો ફોકસ
બેઠકમાં હાજર રહેલા સાંસદ મનોજ તિવારીએ જણાવ્યું કે પીએમ મોદીએ સાંસદોને કહ્યું કે તેઓ પોતાના સંસદીય ક્ષેત્રના 100 એવા મતદાન મથકોની ઓળખ કરે, જ્યાં ભાજપના પક્ષમાં અપેક્ષા કરતા ઓછા મત પડ્યા અને તેઓ તે કારણોની તપાસ પણ  કરે. આ  બેઠકમાં વિદેશમંત્રી એક જયશંકરે યુદ્ધગ્રસ્ત યુક્રેનથી ભારતીયોને સુરક્ષિત પાછા લાવવા માટે ચલાવવામાં આવેલા ઓપરેશન ગંગા પર એક રજૂઆત કરી. આ ઉપરાંત પીએમ મોદીએ પોતાના સંબોધનમાં હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સને પણ બિરદાવી અને કહ્યું કે આવી ફિલ્મો બનતી રહેવી જોઈએ. 

સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ સંસદીય દળની બેઠકની શરૂઆતમાં મહાન ગાયિકા લતા મંગેશકરના સન્માનમાં બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું. લતા મંગેશકરનું 6 ફેબ્રુઆરીના રોજ નિધન થયું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news