નવી દિલ્હી : પઠાણકોટની સ્પેશ્યલ કોર્ટ આજે જાન્યુઆરી 2018માં જમ્મુ કાશ્મીરમાં કઠુઆમાં 8 વર્ષની બાળકી સાથે થયેલા દુષ્કર્મ કેસમાં સજાની જાહેરાત કરી રહી છે. આ મુદ્દે 6 આરોપીઓને દોષીત ઠેરવવામાં આવ્યા છે. 1 આરોપીને મુક્ત કરવામાં આવ્યો છે, તે મુદ્દે એઆઇએમઆઇએમ પ્રમુખ અસુદ્દીન ઓવૈસીએ ભાજપ પર નિશાન સાધ્યું છે. ઓવૈસીએ સોમવારે કહ્યું કે, ભાજપ હવે જવાબ આપે કે આખરે કેમ તેના મંત્રી આ આરોપીઓનાં સમર્થનમાં આવ્યા હતા, જેમને આજે કોર્ટે દોષીત ઠેરવ્યા છે. ઓવૈસીએ તેમ પણ જણાવ્યું કે, અલીગઢનાં આરોપીઓનું નામ જાહીદ હતું. પરંતુ અમે તો તેને બચાવવા માટે નથી આવ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ VIDEOના કારણે કઠુઆ કેસમાં જંગોત્રા નિર્દોષ સાબિત થયો
અસદુદ્દીન ઓવૈસીએ આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, કેરળનાં વાયનાડથી રાહુલ ગાંધીને જીટ એટલા માટે મળી કારણ કે તેઓ 40 ટકા મુસલમાન છે. તેમણે વ્યંક કરતા કહ્યું કે, મુસ્લિમ સમુદાય કોઇ પણ ભીખ પર જીવતો નથી. કોંગ્રેસ અને અન્ય ધર્મ નિરપેક્ષ પાર્ટીઓ પાસે વિચાર નથી. તેઓ આકરી મહેનત નથી કરી રહી. 


US વધારશે ભારતની શક્તિ, Skyline ઘૂસણખોરી કરતા જ દુશ્મનનો થશે નાશ!
બિહાર: શક્તિ સિંહ ગોહિલને લઇ બબાલ, હવે આ નેતાએ કહ્યું- ‘કોંગ્રેસમાંથી કરો બહાર’
અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરનાં કઠુવામાં બંજારા સમુદાયની આઠ વર્ષી બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાનો મુદ્દો વિશેષ કોર્ટમાં સોમવારે ચુકાદો (Kathua Rape Case Verdict) આપી ચુક્યું છે. આ મુદ્દે સુનવણી કરી રહેલ પઠાણકોટ સ્પેશ્યલ કોર્ટે સાતમાંથી 6 આરોપીઓને દોષીત ઠેરવ્યા છે. 6 દોષીતોનાં નામ સાંઝી રામ, દીપક ખજુરિયા, આનંદ દત્તા, તિલક રાજ, સુરેન્દ્ર અને પ્રવેશ છે. બીજી તરફ કોર્ટે વિશાલ જંગોત્રાને આ મુદ્દે છોડી દેવામાં આવ્યો છે. 


માત્ર અશ્લીલ ફોટા પોતાની પાસે રાખવા એ દંડનીય ગુનો નથી: કેરળ હાઇકોર્ટ
આ મુદ્દે દોષીત ઠેરવવામાં આવેલા 6 આરોપીઓમાંથી 4 પોલીસ કર્મચારી છે. સાંઝી રામ ગ્રામ પ્રધાન હતો.દીપક ખજુરિયા અને સુરેન્દ્ર વિશેષ પોલીસ અધિકારી છે. તિલક રાજ હેડ કોન્સ્ટેબલ અને આનંદ દત્તા એસઆઇ છે.