આ VIDEOના કારણે કઠુઆ કેસમાં જંગોત્રા નિર્દોષ સાબિત થયો

કઠુઆ ગેંગરેપ કેસમાં પઠાણકોટની વિશેષ કોર્ટે સાતમાંથી છ આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. જ્યારે એક આરોપી વિશાલ જંગોત્રાને છોડી મૂક્યો છે. બપોર બાદ દોષિતો માટે સજાની જાહેરાત થશે. આ બધા વચ્ચે કોર્ટે જે સાતમા આરોપીને છોડી મૂક્યો તે વિશાલ જંગોત્રાના છૂટકારામાં સીસીટીવીનું એક ફૂટેજ નિર્ણાયક ભૂમિકા ભજવી ગયું. જેના આધારે વિશાલને છોડી મૂકવામાં આવ્યો. ઝી ન્યૂઝે સૌથી પહેલા આ ફૂટેજને બતાવતા કહ્યું હતું કે ઘટના સમયે વિશાલ ત્યાં હાજર નહતો. તેની જગ્યાએ તે મુઝફ્ફરનગરના મીરાપુરમાં હાજર હતો અને ત્યાંના એક એટીએમમાંથી પૈસા કાઢી રહ્યો હતો. એટીએમમાં લાગેલા સીસીટીવીના ફૂટેજથી તે વાતને સમર્થન મળ્યું. 

આ VIDEOના કારણે કઠુઆ કેસમાં જંગોત્રા નિર્દોષ સાબિત થયો

નવી દિલ્હી: કઠુઆ ગેંગરેપ કેસમાં પઠાણકોટની વિશેષ કોર્ટે સાતમાંથી છ આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. જ્યારે એક આરોપી વિશાલ જંગોત્રાને છોડી મૂક્યો છે. બપોર બાદ દોષિતો માટે સજાની જાહેરાત થશે. આ બધા વચ્ચે કોર્ટે જે સાતમા આરોપીને છોડી મૂક્યો તે વિશાલ જંગોત્રાના છૂટકારામાં સીસીટીવીનું એક ફૂટેજ નિર્ણાયક ભૂમિકા ભજવી ગયું. જેના આધારે વિશાલને છોડી મૂકવામાં આવ્યો. ઝી ન્યૂઝે સૌથી પહેલા આ ફૂટેજને બતાવતા કહ્યું હતું કે ઘટના સમયે વિશાલ ત્યાં હાજર નહતો. તેની જગ્યાએ તે મુઝફ્ફરનગરના મીરાપુરમાં હાજર હતો અને ત્યાંના એક એટીએમમાંથી પૈસા કાઢી રહ્યો હતો. એટીએમમાં લાગેલા સીસીટીવીના ફૂટેજથી તે વાતને સમર્થન મળ્યું. 

વિશાલ જંગોત્રાનો કેસ
જમ્મુના કઠુઆમાં 8 વર્ષની બાળકીના રેપ અને હત્યાના મામલે ઝી ન્યૂઝે એક વીડિયો બતાવ્યો હતો જેનાથી મોટો ખુલાસો થયો હતો. આ વીડિયોમાં જેને આરોપી ગણાવાયો હતો તે વિશાલ જંગોત્રા વારદાત સમયે કઠુઆથી લગભગ 570 કિમી દૂર મુઝફ્ફરનગરના મીરાપુરમાં એક ATMમાંથી પૈસા કાઢી રહ્યાં હતાં. જ્યારે ચાર્જશીટ મુજબ વિશાલ તો કઠુઆમાં હોવો જોઈતો હતો. 

પોલીસની ચાર્જશીટ
ચાર્જશીટ મુજબ ગત વર્ષ 10 જાન્યુઆરીના રોજ સગીર આરોપીએ 8 વર્ષની બાળકીનું અપહરણ કર્યું અને તેને બંધક બનાવીને તેના ઉપર રેપ કર્યો. ત્યારબાદ 11 જાન્યુઆરીએ સગીર આરોપીએ વિશાલ જંગોત્રાને ફોન કર્યો અને તેને બાળકીના અપહરણ અંગે જણાવ્યું. વિશાલ જંગોત્રા ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં એક કોલેજમાંથી BSc Agriculture નો અભ્યાસ કરી રહ્યો હતો અને ત્યાં જ રહેતો હતો. ચાર્જશીટમાં લખ્યું છે કે આ દરમિયાન સગીર આરોપીએ વિશાલને ઓફર આપી કે તે પણ જો ઈચ્છે તો આ બાળકીનો રેપ કરી શકે છે. 

ત્યારબાદ બીજા દિવસે એટલે કે 12 જાન્યુઆરીના રોજ સવારે 6 વાગે વિશાલ જંગોત્રા કઠુઆના રસાના ગામ પહોંચી ગયો. ક્રાઈમ બ્રાન્ચની ચાર્જશીટ મુજબ ત્યારબાદ વિશાલ જંગોત્રાએ બાળકી પર 13મી જાન્યુઆરીએ રેપ કર્યો. ત્યારબાદ બાળકીની હત્યા કરીને તથા તેની લાશને જંગલમાં ફેંક્યા બાદ વિશાલ જંગોત્રા 15 જાન્યુઆરીના રોજ સાંજે 4 વાગ્યા સુધી કઠુઆમાં જ હતો અને પછી તે પાછો મીરાપુર આવી ગયો. એટલે કે ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યાં મુજબ વિશાલ જંગોત્રા 12 જાન્યુઆરીથી 15 જાન્યુઆરીની સાંજે 4 વાગ્યા સુધી કઠુઆમાં જ હતો. આ વાત ચાર્જશીટથી સ્પષ્ટ થાય છે. 

પરંતુ આ મામલે 3 વીડિયો એવા સામે આવ્યાં કે જે ક્રાઈમ બ્રાન્ચની ચાર્જશીટમાં લખેલી વાતો પર શક પેદા કરે છે. 

પહેલો વીડિયો: મુઝફ્ફરનગરના મીરાપુરના કોર્પોરેશન બેંકના એટીએમની બહારનો છે. 12 જાન્યુઆરી 2018ની તારીખે  બપોરે 3 વાગ્યેને 47 મિનિટ તથા 18 સેકન્ડ પર આ વીડિયોમાં વિશાલ જંગોત્રા એટીએમની અંદર જતો જોવા મળે છે. બહાર યુપી પોલીસની જીપ ઊભી હતી. 

બીજો વીડિયો ATMની અંદરનો છે. જે 3 વાગ્યેની 47 મિનિટ અને 24 સેકન્ડ પર વિશાલ જંગોત્રા એટીએમમાં દાખલ થાય છે ત્યારનો છે. તે દાખલ થઈને પોતાનું કાર્ડ એટીએમમાં નાખે છે. પરંતુ પૈસા નીકળતા નથી. ત્યારબાદ વિશાલ જંગોત્રા એટીએમ  કાર્ડને પોતાના પર્સમાં રાખે છે અને બરાબર 3 વાગ્યાને 48 મિનિટ તથા 3 સેકન્ડ પર એટીએમથી બહાર નીકળી જાય છે. 

ત્રીજો વીડિયો એટીએમના બહારનો છે. આ વીડિયોમાં વિશાલ જંગોત્રા નીકળતો જોવા મળી રહ્યો છે. બરાબર 4 વાગ્યે 48 મિનિટ અને 11 સેકન્ડ પર વિશાલ એટીએમમાંથી બહાર નીકળે છે. જ્યાં કેટલાક પોલીસકર્મીઓ પણ ઊભેલા છે. જો વિશાલ જંગોત્રા 12 જાન્યુઆરીના રોજ બપોરે 3 વાગ્યે 48 મિનિટ પર મીરાપુરમાં હાજર હતો તો પછી ક્રાઈમ બ્રાન્ચની ચાર્જશીટમાં એવું કેમ લખાયું કે તે 12 જાન્યુઆરીના રોજ સવારે 6 વાગે કઠુઆ પહોંચી ગયો હતો? તેનો સીધો અર્થ એ છે કે ક્રાઈમ બ્રાન્ચે પોતાની તપાસ બરાબર કરી નહતી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news