નવી દિલ્હી: યોગગુરૂ રામદેવ પછી હવે એઆઇએમઆઇએમ નેતા અસદુદ્દીન ઓવેસીએ ભારત રત્નને લઇને સવાલ ઉઠાવ્યો છે. ઓવેસીનું કહેવું છે કે અત્યાર સુધીમાં કેટલા દલિત, આદિવાસીઓ અને ગરીબ બ્રાહ્મણોને આપવામાં આવ્યો છે? મહારાષ્ટ્રના ક્લાયણમાં રેલી દરમિયાન ઓવેસીએ કહ્યું કે, મને આટલું જણાવો કે જેટલા ભારત રત્નના સન્માન આપવામાં આવ્યા છે તેમાં કેટલા દલિત, આદિવાસી, મુસ્લિમ, ગરીબો, ઉંચ્ચ જ્ઞાતીઓ અને બ્રાહ્મણોને આપવામાં આવ્યા છે? ઓવેસી અહીંયા પ્રકાશ આંબેડકર માટે મત માગી રહ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: રાજ ઠાકરેના પુત્ર અમિતે કર્યા લગ્ન, રિસેપ્શનમાં ટાટાથી લઇને અમિતાભ જેવા સ્ટાર્સ પહોંચ્યા


ઓવેસીએ ડૉ. ભીમ રાવ આંબેડકરને ભારત રત્ન આપવાને પણ મજબૂરી ગણાવી છે, તેમણે કહ્યું કે, બાબા સાહેબને ભારત રત્ન આપવામાં આવ્યો પણ દિલથી આપ્યો નહીં, મજબૂરીમાં આપવામાં આવ્યો છે.


રામ મંદિર માટે કુંભમાં આજે થશે પરમ ધર્મ સંસદ, દેશ-વિદેશના જોડાશે પ્રતિનિધિ


રવિવારે રામદેવે કહ્યું કે, દુર્ભાગ્ય છે 70 વર્ષમાં એક પણ સંત તથા સંન્યાસીને ભારત રત્ન મળ્યો નથી. મહર્ષિ દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદજી તથા શિવકુમાર સ્વામીજી. હું ભારત સરકારને આગ્રહ કરું છું કે આગામી વખતે ઓછામાં ઓછું કોઇ સન્યાસીને આપવામાં આવે.


ગડકરી મોદી સરકારને દેખાડી રહ્યા છે અરીસો: ઓવેસી
એઆઇએમઆઇએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવેસીએ નિતિન ગડકરીના નિવેદન પર કહ્યું કે તેઓ પીએમ મોદીને અરીસો દેખાડી રહ્યાં છે. જણાવી દઇએ કે મુંબઇમાં આયોજિત એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું હતું કે, સપના દેખાડનાર નેતા લોકોને સારા લાગે છે, પર દેખાડેલા સપના જો પૂરા કરવામાં નથી આવતા તો જનતા તેમને માર પણ મારે છે. એટલા માટે સપના તે જ દેખાડો જે પૂરા કરી શકો. હું સપના દેખાડનારા લોકોમાંથી નથી. હું જે બોલું છું તે 100 ટકા ડંકાની ચોટ પર પૂરું થાય છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...