રામ મંદિર માટે કુંભમાં આજે થશે પરમ ધર્મ સંસદ, દેશ-વિદેશના જોડાશે પ્રતિનિધિ

પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભમેળામાં આ સમયે સાધુ અને સંતોનો જમાવડો લગ્યો છે. ત્યાં વિશ્વ હિંદૂ પરિષદ (વી.એચ.પી.)ની ધર્મ સંસદથી પહેલા શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી પરમ ધર્મ સંસદનું આયોજન કરી રહ્યાં છે.

રામ મંદિર માટે કુંભમાં આજે થશે પરમ ધર્મ સંસદ, દેશ-વિદેશના જોડાશે પ્રતિનિધિ

નવી દિલ્હી/ પ્રયાગરાજ: અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે માગ કરી રહીલા સાધુ-સંત આજથી ત્રણ દિવસ સુધી પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભમેળામાં પરમ ધર્મ સંસદનું આયોજન કરી રહ્યાં છે. આ પરમ ધર્મ સંસદ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી દ્વારા આયોજીક કરવામાં આવી રહી છે. સાધુ અને સંતોના આ સંબંધમાં મોટી જાહેરાત પણ કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે રામ મંદિર નાગરિક અવજ્ઞા આંદોલન દ્વારા બનાવવામાં આવશે.

પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભમેળામાં આ સમયે સાધુ અને સંતોનો જમાવડો લગ્યો છે. ત્યાં વિશ્વ હિંદૂ પરિષદ (વી.એચ.પી.)ની ધર્મ સંસદથી પહેલા શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી પરમ ધર્મ સંસદનું આયોજન કરી રહ્યાં છે. આ પરમ ધર્મ સંસદ કુંભમાં 28, 29 અને 30 જાન્યુઆરી સુધી આયોજીત કરવામાં આવી છે. તેમાં રામ મંદિર નિર્માણ માટે ચર્ચા અને રણનીતિ બનાવવામાં આવશે.

આ પરમ ધર્મ સંસદ બાદ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીના નેતૃત્વમાં મોટી સંખ્યામાં સાધુ અને સંત અયોધ્યા કૂચ કરશે. પરમ ધર્મ સંસદમાં નાગરિક અવજ્ઞા આંદોલનની શરૂઆત કરવામાં આવશે. શંકરાચાર્ય નાગરિક અવજ્ઞા આંદોલનના માધ્યમથી રામ મંદિર શિલાન્યાસ માટે નીકળશે. આ પરમ ધર્મ સંસદમાં 1008 પ્રતિનિધિ હાજર રહેશે. તેમાં 4 પીઠોના પ્રતિનિધિ, કેટલાક દેશના પ્રતિનિધિ, 13 અખાડાના પ્રતિનિધિ, 7 યુરિયોના પ્રતિનિધિ, 12 જ્યોતિર્લિંગના પ્રતિનિધિ, દરેક સંસદીય ક્ષેત્રથી એક-એક પ્રતિનિધિ આ પરમ ધર્મ સંસદમાં હાજર રહેશે.

જણાવી દઇએ કે અયોધ્યા મુદ્દા પર સુનાવણી ફરી એકવાર ટાળવામાં આવી છે. આ મામલે મંગળવાર 29 જાન્યુઆરીએ સુનાવણી થવાની છે, પરંતુ તેના માટે બનાવવામાં આવેલી બેંચમાં સામેલ જસ્ટિસ બોબડેની ઉપસ્થિતિ ન હોવાના કારણે હવે સુનાવણી ટાળી દેવામાં આવી છે. હેવ મુદ્દે સુનાવણી માટે તારીખ પણ નક્કી કરવામાં આવી નથી. આ પહેલા બેંચના રચના અને જસ્ટિસ યૂયૂ લલિતના હટવાના કારણે પણ સુનાવણી ટાળવામાં આવી હતી.

આ પહેલા 25 જાન્યુઆરીએ અયોધ્યા વિવાદ પર સુનાવણી માટે ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની નવી બેંચની રચના કરવામાં આવી હતી. આ બેંચમાં CJI રંજન ગોગોઇ ઉપરાંત એસએ બોબડે, જસ્ટિસ ચંદ્રચૂડ, અશોક ભૂષણ અને અબ્દૂલ નઝીર સામેલ છે. આગાઉની બેંચમાં કોઇ મુસ્લિમ જસ્ટિસ ન હોવાથી ઘણા પક્ષોએ સાવલ પણ ઉઠાવ્યા હતા.

આ પહેલા બનેલી પાંચ જજોની બેંચમાં જસ્ટિસ યૂયૂ લલિત સામેલ હતા, પરંતુ તેમણે મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને સવાલ ઉઠાવ્યો હતો. ત્યારબાદથી તેઓ આ બેંચથી અલગ થઇ ગયા હતા. ત્યાર બાદ ચીફ જસ્ટિસે નવી બેંચની રચના કરવાનો નિર્ણય કર્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news