કયામત સુધી જ્ઞાનવાપી રહેશે, હવે કોઈ મસ્જિદ નહીં જાયઃ અસદુદ્દીન ઓવૈસી
જ્ઞાનવાપી મસ્દિને લઈને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યુ કે, મુસલમાનો પહેલા એક મસ્જિદ ગુમાવી ચુક્યા છે. તેમણે કહ્યું કે જ્ઞાનવાપી મસ્જિદ હતી અને ક્યામત સુધી મસ્જિદ રહેશે.
નવી દિલ્હીઃ વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે અને હિન્દુ પક્ષકારોના દાવા પર હૈદરાબાદથી સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ વિરોધ નોંધાવ્યો છે. તેમણે કહ્યું- જ્યારે હું 20-21 વર્ષનો હતો ત્યારે બાબરી મસ્જિદને છીનવી લેવામાં આવી. હવે આપણે બીજીવાર 19-20 વર્ષના યુવાઓની સામે કોઈ મસ્જિદ ગુમાવીશું નહીં. તેમણે કહ્યું કે જ્ઞાનવાપી મસ્જિદ હતી અને કયામત સુધી રહેશે.
જનસભામાં બોલ્યા ઓવૈસી
એક જનસભામાં સાંસદ અને એએમઆઈએએમના સાંસદ ઓવૈસીએ કહ્યુ- ઇનકો પૈગામ મિલના ચાહિએ કિ મસ્જિદ કો હમ નહીં ખોએંગે. તમારા કાવાદાવાને અમે જાણી ચુક્યા છીએ. અમે બીજીવાર આ ડંખ નહીં લાગવા દઈએ. મસ્જિદ છે અને ઇંશા અલ્લાહ કયામત સુધી રહેશે. આપણું તે કામ છે કે આપણે આપણી મસ્જિદોને આબાદ રાખીસું. આપણી જવાબદારી છે કે રમઝાન પૂરો થઈ ગયો તો મસ્જિદની દીવાલો તરસે કે ક્યાં ગયા તે લોકો જે રમઝાનમાં દરરોજ આવતા હતા.
જ્ઞાનવાપીથી લઈને તાજમહેલ અને કુતુબ મીનાર સુધી વિવાદ, જાણો હિન્દુ-મુસ્લિમ પક્ષનો મત
તો ત્રીજા દિવસના સર્વે બાદ હિન્દુ પક્ષકારોએ દાવો કર્યો કે મસ્જિદમાં શિવલિંગ મલ્યુ છે. દાવા પ્રમાણે શિવલિંગ 12 ફુટ 8 ઇંચ ઉંચુ છે. હિન્દુ પક્ષકારના પકીલે એક કોર્ટમાં અરજી દાખલ કરી માંગ કરી કે આ વિસ્તારની સુરક્ષા કરવામાં આવે. કોર્ટે આ વિસ્તારને સીલ કરવાનો આદેશ આપ્યો છે. અહીં કોઈના આવવા-જવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
જુઓ LIVE TV