Uniform Civil Code: AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ ગુજરાત ચૂંટણી પહેલા યુનિફોર્મ સિવિલ કોડ કમિટી બનાવવાના મુદ્દાને લઈને મંગળવારે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે ભાજપે ગુજરાત ચૂંટણી પહેલા યુનિફોર્મ સિવિલ કોડ કમિટીની રચના પોતાના ખોટા નિર્ણયો અને નિષ્ફળતાઓને છૂપાવવા માટે કર્યું છે.


બીજી બાજુ ગુજરાતમાં થનારી ચૂંટણી પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પણ નાગરિકતાને લઈને મોટો નિર્ણય કર્યો છે. ગુજરાતના બે જિલ્લાઓ આણંદ અને મહેસાણામાં રહેતા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના અલ્પસંખ્યકોને નાગરિકતા આપવામાં આવશે. ગૃહ મંત્રાલયના નોટિફિકેશનમાં એમ પણ કહેવાયું છે કે ગુજરાતના આ બે જિલ્લાઓમાં રહેતા આ લોકોએ પોતાની અરજી ઓનલાઈન જમા કરાવવાની રહેશે. જેનું ચકાસણી જિલ્લા સ્તર પર કલેક્ટર દ્વારા કરવામાં આવશે. આ અંગે પણ ઓવૈસીએ નિવેદન આપતા આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે આમ પહેલેથી થઈ રહ્યું છે કે તમે પહેલા લાંબા ગાળાના વિઝા આપો અને પછી તેમને (અફઘાનિસ્તાનના અલ્પસંખ્યક સમુદાય) નાગરિકતા મળી જાય. તમારે (સરકાર) આ કાયદાને ધર્મ તટસ્થ બનાવવો જોઈએ. સીએએને એનપીઆર અને એનઆરસી સાથે જોડવો જોઈએ. સુપ્રીમ કોર્ટ તેના પર સુનાવણી કરી રહી છે. જોઈએ શું થાય છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube