જોધપુર: રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ આસારામ બાપુને આઈસીયુમાં દાખલ કરાયા છે. આસારામ કોરોના સંક્રમિત થયા હતા હતા ત્યારબાદ તેમની તબિયત બગડવા લાગી. ત્યારબાદ જેલ પ્રશાસને આસારામને હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય લીધો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે આસારામ બાપુને જોધપુરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ અગાઉ આ વર્ષે ફેબ્રુઆરીમાં આસારામને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. 


આસારામ એક સગીરા સાથે દુષ્કર્મના આરોપમાં જોધપુર જેલમાં સજા કાપી રહ્યા છે. આસારામ પર આરોપ છે કે તેમણે 15 ઓગસ્ટ 2013ના રોજ જોધપુર પાસે મનઈ વિસ્તારમાં એક સગીરાને પોતાની હવસનો ભોગ બનાવી. 


કોર્ટે આસારામને આઈપીસી કલમ 370(4) તસ્કરી, કલમ 342, કલમ 354એ, કલમ 376 (રેપ), કલમ 506 (અપરાધિક ધમકી), કલમ 120બી (ષડયંત્ર રચવું) અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ એક્ટ (POSCO) હેઠળ દોષિત ઠેરવ્યા છે. 


કોરોનાની ત્રીજી લહેર હશે ખુબ જ ખતરનાક, આ હશે સૌથી મોટો પડકાર


Covid-19: શું છે આ 6 મિનિટનો વોક ટેસ્ટ અને કોરોનાના દર્દીઓ માટે તે કેમ જરૂરી છે? ખાસ જાણો


Covid 19: કેન્દ્રના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારની ચેતવણી- હજુ ત્રીજી લહેર પણ આવશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube