Covid 19: કેન્દ્રના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારની ચેતવણી- હજુ ત્રીજી લહેર પણ આવશે

કેન્દ્ર સરકારે કહ્યું કે, કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસોમાં કમીના સંકેત જરૂર મળ્યા છે, પરંતુ 12 રાજ્યોમાં હજુ પણ 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવે બુધવારે કહ્યુ કે, દેશના 10 રાજ્યોમાં પોઝિટિવિટી રેટ 25 ટકાથી વધુ છે અને હજુ તેમાં વધુ કામ કરવાની જરૂર છે.

Covid 19: કેન્દ્રના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારની ચેતવણી- હજુ ત્રીજી લહેર પણ આવશે

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર વચ્ચે હવે ત્રીજી લહેરને લઈને તૈયારી શરૂ થવા જઈ રહી છે. કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવને કહ્યુ કે, દેશમાં કોરોનાની ત્રીજી લહેર પણ આવશે. પરંતુ તે ક્યારે આવશે તેનો ખ્યાલ નથી. પરંતુ નવી લહેરોની તૈયારી શરૂ કરવાની જરૂર છે. 

ત્રીજી લહેર માટે તૈયાર રહેવું પડશે
કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવને પત્રકાર પરિષદમાં કહ્યુ કે, ભારતમાં કોરોનાની ત્રીજી લહેર જરૂર આવશે, તેનો કોઈ રોકી શકશે નહીં. પરંતુ આ લહેર ક્યારે આવશે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ આપણે તે માટે તૈયાર રહેવું પડશે.

કેન્દ્ર સરકારે કહ્યું કે, કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસોમાં કમીના સંકેત જરૂર મળ્યા છે, પરંતુ 12 રાજ્યોમાં હજુ પણ 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવે બુધવારે કહ્યુ કે, દેશના 10 રાજ્યોમાં પોઝિટિવિટી રેટ 25 ટકાથી વધુ છે અને હજુ તેમાં વધુ કામ કરવાની જરૂર છે.

— ANI (@ANI) May 5, 2021

લવ અગ્રવાલે જણાવ્યુ કે, એક દિવસ પહેલાના મુકાબલે 2.4 ટકા કેત વધ્યા છે તો કોઈ રાજ્યમાં વધુ મોત થયા છે. સંયુક્ત સચિવે પત્રકાર પરિષદમાં કહ્યું, ઘણા રાજ્યોમાં એક દિવસ પહેલાના મુકાબલે મોતોમાં વૃદ્ધિ જોવા મળી છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર, દિલ્હી, હરિયાણામાં વધુ મોત થયા છે. 

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું કે, કર્ણાટક, કેરલ, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને બિહારમાં કોરોનાના પ્રતિદિન આવતા કેસોમાં તેજીનું વલણ છે. લવ અગ્રવાલે કહ્યુ, કેટલાક વિસ્તારને લઈને ચિંતા છે. બેંગલુરૂમાં એક સપ્તાહમાં આશરે 1.49 લાખ કેસ સામે આવ્યા છે. ચેન્નઈમાં 38 હજાર કેસ આવ્યા છે. 

ભારતમાં કોરોના વિરુદ્ધ રસીકરણની અભિયાનની શરૂઆતથી લઈને અત્યાર સુધી રસીના 16 કરોડથી વધુ ડોઝ આપવામાં આવી ચુક્યા છે. આ સિદ્ધિ હાસિલ કરવામાં 109 દિવસનો સમય લાગ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી છે. ભારતની તુલનામાં અમેરિકાએ આ કારનામુ 111 દિવસ અને ચીને 116 દિવસમાં કર્યુ હતું. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news