ASEAN સંમેલનમાં પણ PM મોદીએ ડ્રેગનની `દુ:ખતી નસ` પર હાથ મૂક્યો! જાણો શું કહ્યું?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ ASEAN સંમેલનમાં ભાગ લેવા માટે ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં છે. પીએમ મોદીએ અહીં અન્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને સંબોધન કરતા વન અર્થ, વન ફેમિલી ની થીમ પર ભાર મૂક્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ ASEAN સંમેલનમાં ભાગ લેવા માટે ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં છે. પીએમ મોદીએ અહીં અન્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને સંબોધન કરતા વન અર્થ, વન ફેમિલી ની થીમ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે આસિયાનનું ભારતની હિન્દ-પ્રશાંત પહેલમાં મુખ્ય સ્થાન છે. આપણી ભાગીદારી હવે ચોથા દાયકામાં પહોંચી રહી છે. આસિયાન ભારતની એક્ટ ઈસ્ટ નીતિનું કેન્દ્રીય સ્તંભ છે. તેમણે કહ્યું કે વૈશ્વિક અનિશ્ચિતતાના માહોલ છતાં આપણી વચ્ચે આપસી સહયોગ સતત વધી રહ્યો છે.
પીએમ મોદીએ કહ્યું કે 21મી સદી એશિયાની સદી છે. જી20માં પણ અમારી થીમ વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર છે. આસિયાન સંમેલનના સફલ આયોજન પર તેમણે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિદોદોને અભિનંદન પાઠવ્યા. અત્રે જણાવવાનું કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ASEAN સંમેલનમાં પણ ભાગ લેવા પહોંચ્યા નથી. આવામાં પીએમ મોદીનું આટલા વ્યસ્ત કાર્યક્રમમાં પણ ત્યાં પહોંચવું એ ખુબ મહત્વ ધરાવે છે.
જી20ની થીમથી ચીડાય છે ચીન
ચીન જી20ની આ વખતની થીમથી ખુબ ચિડાયેલું છે. ચીને કહ્યું હતું કે ભારતની એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય થીમ એ તેમના વન બેલ્ટ વન રોડથી પ્રેરિત છે. જો કે ભારતે આ થીમ વસુધૈવ કુટુંબકમથી પ્રેરાઈને રાખી છે. ચીનના વિશેષજ્ઞોનું કહેવું હતું કે વસુધૈવ કુટુંબકમનો અર્થ દુનિયા એક પરિવાર એમ થાય છે. પરંતુ ભારતે તેમાં એક ભવિષ્યને પણ જોડ્યું છે જે તેનો ભાગ નથી.
આસિયાન સંમેલનમાં જાપાન, સાઉથ કોરિયા, ઓસ્ટ્રેલિયા, અને ભારત જેવા દેશો છે. જાપાન, ભારત અને ઓસ્ટ્રેલિયા ક્વાડનો પણ હિસ્સો છે જે હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં મોટા સહયોગીઓ તરીકે સામે આવ્યા છે. હિન્દ પ્રશાંતમાં પોતાની પકડ મજબૂત કરવા માટેના મનસૂબાઓમાં પાણી ફરતું જોઈને પણ ચીન આ સંગઠનથી ચિડાય છે. જ્યારે દક્ષિણ ચીન સાગર પર હક જતાવવાના કારણે અનેક દેશો સાથે ચીન સીમા વિવાદમાં ગૂંચવાયેલું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube