જયપુર: રાજસ્થાનના સીએમ અશોક ગહેલોતે પોતાને રાજ્યના સીએમ પદ માટે યોગ્ય દેવાદાર ગણાવતા કહ્યું કે, વિધાનસભા ચૂંટણી પહેલાથી જ દરેક ગામના રસ્તા અને રાજ્યના દરેક ભાગમાંથી તેમને મુખ્યમંત્રી બનાવવાની માગ ઉઠી રહી હતી. તેમણે કહ્યું કે, રાજ્યના સીએમ પદ માટે કોઇ પણ યોગ્ય દાવેદાર હાજર ન હતો. હું (સીએમ પદ) યોગ્ય દાવેદાર હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- કર્ણાટક સંકટ: બળવાખોર ધારાસભ્યની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી


મુખ્યમંત્રી અશોક ગહેલોતે બુધવારે જયપુરમાં રાજસ્થાનનું પહેલું બજેટ રજૂ કર્યા બાદ વિધાનસભામાં મીડિયા સાથે વાતચીત દરમિયાન આ નિવેદન આપ્યું હતું. ગહેલોતે કહ્યું હતું કે, તેમની સરકારનું બજેટ ગામ, ગરીબ, ખેડૂત, યુવાઓ અને મહિલાઓને સમર્પિત છે.


ગહેલોતે કહ્યું કે, તેઓ ગુડ ગવર્નન્સ માટે કામ કરી રહ્યાં છે. આ સાથે જ ગહેલોતે કહ્યું કે, જનતા ચૂંટણીથી પહેલા જ તેમને મુખ્યમંત્રી બનાવવાની માગ કરી રહ્યાં હતા અને એટલા માટે રાહુલ ગાંધીએ તેમને રાજ્યના સીએમ પદની તક આપી છે.


વધુમાં વાંચો:- બિહારમાં મોટી દુર્ઘટના: પૂરપાટ ઝડપે આવતા ટ્રકે જાનૈયાઓને કચડ્યા, 8 લોકોના મોત


ગહેલોતે કહ્યું કે, જનતાની ભાવનાઓને સમજીને જ નાણામંત્રીના રૂપમાં તેમણે જનહિતમાં બજેટ આપ્યું છે. તમને જણાવી દઇએ કે રાજ્યની નવી સરકારનું પહેલુ બજેટ વિધાનસભામાં રજૂ થયું છે. ગહેલોતે કહ્યું કે, તેમની સરકારે જનહિતનું બજેટ આપ્યું, કેમકે જનતા તેનાથી અપેક્ષાઓ લગાવી બેઠી છે.


ગહેલોતે કહ્યું કે, વિધાનસભા ચૂંટણી પહેલાથી જ દરેક ગામના રસ્તા અને રાજ્યના દરેક ભાગમાંથી તેમને મુખ્યમંત્રી બનાવવાની માગ ઉઠી રહી હતી. તેમણે કહ્યું કે, જનતાની આ માગને લઇને તેમને મુખ્યમંત્રીના શપથ લીધા.


વધુમાં વાંચો:- રામ જન્મભૂમિ વિવાદ પર જલ્દી સુનાવણીની માગ કરતી અરજી પર આજે સાંભળશે સુપ્રિમ કોર્ટ


ગહેલોતે કહ્યું કે, જનતા તરફથી આ પ્રકારનો અવાજ તેમણે પહેલી વખત કોઇના માટે જોયો હતો. તેમણે કહ્યું કે, અન્ય કોઇ ગંભીર નામ સીએમ પદ માટે નહતું, એટલા માટે જનતાની ભાવનાઓને સમજીને રાહુલ ગાંધીએ મને આ મોટી જવાબદારી સોંપી.


ગહેલોતે મુખ્યમંત્રી પદ માટે જનતાની ભાવનાઓ વ્યક્ત કરી, તો સાથે જ રાજ્યની અમલદારશાહી વિશે પણ તેમની લાગણીઓ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, રાજસ્થાનની અમલદારશાહી દેશના બીજા રાજ્યોની સરખામણીએ ઘણુ સારૂ કામ કરે છે.


વધુમાં વાંચો:- કર્ણાટક પછી હવે ગોવામાં કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, 10 MLA જોડાયા ભાજપમાં


મુખ્યમંત્રીએ કહ્યું કે એવા કેટલાક અધિકારીઓ છે જે યોગ્ય હેતુ સાથે કામ કરતા નથી. ગેહલોતએ કહ્યું કે જો તેમનું હાથમાં હોય તો તેઓ આવા કેરલેસ અધિકારીઓને કમ્પલસરી નિવૃત્તિ આપશે.


જુઓ Live TV:- 


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...