કર્ણાટક સંકટ: બળવાખોર ધારાસભ્યની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

વિધાનસભા અધ્યક્ષ કેઆર રમેશ કુમારે બળવાખોર ધારાસભ્યોના રાજીનામા નકાર્યા હતા. બરતરફીનું કારણ એ હતું કે રાજીનામું નિર્ધારિત સ્વરૂપમાં જણાવાયું ન હતું. સ્પીકરે આ ધારાસભ્યોને હવે બીજી વખત રાજીનામુ આપવા કહ્યું હતું.

કર્ણાટક સંકટ: બળવાખોર ધારાસભ્યની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

નવી દિલ્હી: કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંકટને લઇને કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધનના 10 બળવાખોર ધારાસભ્યોની અરજી પર સુપ્રીમ કોર્ટ ગુરૂવારના સુનાવણી કરશે. ખરેખર, બળવાખોર ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી સ્પીકરના નિર્ણય પર સાવલ ઉઠાવ્યો છે.

તમને જણાવી દઇએ કે, વિધાનસભા અધ્યક્ષ કેઆર રમેશ કુમારે બળવાખોર ધારાસભ્યોના રાજીનામા નકાર્યા હતા. બરતરફીનું કારણ એ હતું કે રાજીનામું નિર્ધારિત સ્વરૂપમાં જણાવાયું ન હતું. સ્પીકરે આ ધારાસભ્યોને હવે બીજી વખત રાજીનામુ આપવા કહ્યું હતું. રાજીનામુ નકાર્યા બાદ ગઠબંધન સરકાર લધુમતીમાં આવવાથી બચી ગઇ છે અને થોડી રાહત મળી છે.

તેને લઇને વિધાનસભા અધ્યક્ષથી સવાલ કરવામાં આવ્યો હતો કે, શું કોંગ્રેસના કાનૂની પ્રકોષ્ઠે તેમના રાજીનામા સ્વીકાર ના કરવા માટે પત્ર લખ્યો છે? કુમારે કહ્યું હતું કે, તેમણે હજુ સુધી પત્ર જોયો નથી. હું શનિવારે ઓફિસ ગયા પથી આજે જ આવ્યો છું. રમેશે કહ્યું હતું કે, બધારણીય અઅથવા નિયમમાં સમય સીમાને લઇને કોઇ જોગવાઇ નથી. આજે હું તે નક્કી કરીશ અથવા આગામી બે કલાકમાં, તે બે વર્ષ પછી કરશે, આ બધા મારા માટે અપ્રસ્તુત પ્રશ્નો છે. મારે લોકોની ભાવનાઓનું ધ્યાન રાખવાનું છે.

તેમને જણાવી દઇએ કે બળવાખોર ધારાસભ્યોના રાજીનામા બાદ સદનમાં ગઠબંધન સરકારના ધારાસભ્યો ઘટીને 103 થઇ ગયા છે. જ્યારે ભાજપ પાસે 105 ધારાસભ્ય છે અને બે સ્વતંત્ર ઉમેદવારોનું સમર્થન છે. જેમણે સોમવારે ગઠબંધનથી સમર્થન પરત લીધું હતું. બધા બળવાખોર ધારાસભ્યોએ મહારાષ્ટ્રમાં કોઇ ગુપ્ત જગ્યા પર ડેરો જમાવ્યો છે. કોંગ્રેસના કેટલાક ટોચના નેતા અને તેમના સંકટમોચક ડીકે શિવકુમાર બળવાખોર નેતાઓની સાથે સતત સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. પરંતુ તેઓ હજુ સુધી સફળ થયા નથી. કોંગ્રેસને આશા છે કે, તેઓ બળવાખોર ધારાસભ્યોથી વાત કરી તેમને મનાવી લેશે અને પરત પાર્ટીમાં સામેલ કરવામાં સફળ થશે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news