જયપુરઃ રાજસ્થાનમાં શરૂ થયેલી રાજકીય હલચલ વચ્ચે કોંગ્રેસમાં સચિન પાયલોટ અને અશોક ગેહલોતનો રસ્તો હવે અલગ થતો જોવા મળી રહ્યો છે. પરંતુ બંન્ને વચ્ચે ઊભી થયેલી આ ખાઈનો પોતાનો એક ઈતિહાસ છે, જે લાંબા સમયથી ચાલતો આવી રહ્યો છે. અશોક ગેહલોતના બીજા કાર્યકાળમાં જ્યારે કોંગ્રેસ હારી ગઈ હતી, ત્યારે કેન્દ્રીય મંત્રીના રૂપમાં કેન્દ્ર સરકારમાં સામેલ સચિન પાયલોટને રાજસ્થાનની કમાન સોંપવામાં આવી હતી. ત્યારબાદ લોકસભા ચૂંટણીમાં સચિન પાયલોટને કારમો પરાજય મળ્યો અને પાર્ટી 25માંથી 25 સીટ હારી ગઈ હતી. ખુદ સચિન પાયલોટ પણ ચૂંટણી હારી ગયા હતા. પરંતુ કોંગ્રેસે તેમના પર વિશ્વાસ વ્યક્ત કરતા 5 વર્ષ સુધી પ્રદેશ અધ્યક્ષ બનાવી રાખ્યા હતા. આ વચ્ચે કોંગ્રેસ મહાસચિવના રૂપમાં અશોક ગેહલોત કોંગ્રેસ પાર્ટીમાં કામ કરતા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તર પ્રદેશ, પંજાબ, હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં ચૂંટણી પ્રભારી રહ્યાં, જ્યાં તેમને યૂપીને છોડીને બાકી પ્રદેશોમાં સફળતા મળી હતી. આ સફળતા બાદ ગેહલોત એકવાર ફરી રાજસ્થાનની રાજનીતિમાં સ્થાપિત થઈ ગયા, ત્યારબાદ સચિન પાયલોટ અને અશોક ગેહલોત વચ્ચે અદાવત શરૂ થઈ હતી. 


કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી બંન્નેને એક સાથે ગાડીમાં લઈ ફરતા હતા. દરેક રેલીમાં એક સાથે હાથ ઊંચા કરવામાં આવતા અને ત્યાં સુધીની સ્થિતિ થઈ ગઈ હતી કે રેલી માટે જયયુરના ખાસા કોઠી હોટલમાં બસ લાગતી હતી અને બસમાં અશોક ગેહલોત સચિન પાયલોટને એક સીટ પર બેસાડીને રેલીમાં લાવવામાં આવતા હતા. 


શું ગેહલોત સરકારનું કાઉન્ટડાઉન શરૂ, જાણો રાજસ્થાનમાં નંબર ગેમ


ત્યારબાદ ટિકિટ વહેંચણીને લઈને પાયલોટ અને ગેહલોત વચ્ચે વિવાદ થયો હતો. રાહુલ ગાંધીએ સચિન પાયલોટને ફ્રી હેન્ડ આપ્યો, ત્યારે રાજનીતિમાં ચતુર અશોક ગેહલોતે પોતાના લોકોને અપક્ષ ઉભા રાખ્યા અને 11 અપક્ષ સિવાય એક નજીકના સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી સુભાષ ગર્ગને રાષ્ટ્રીય લોકદળમાં સમજુતી હેઠળ ટિકિટ અપાવી દીધી હતી. કોંગ્રેસ જ્યારે બહુમતથી 1 સીટ દૂર હતી તોઅશોક ગેહલોતે 13 અપક્ષ અને 1 રાષ્ટ્રીય લોકદળના ધારાસભ્યોની સાથે કોંગ્રેસના શીર્ષ નેતૃત્વને પોતાની તાકાત દેખાડી અને આ વચ્ચે સચિન પાયલોટના નજીકના સાથે ચૂંટણી હારી ગયા હતા. બસ ત્યાંથી કહાનીમાં ટ્વીસ્ટ આવ્યું હતું. 


કહેવામાં આવે છે કે રાહુલ ગાંધી છેલ્લે સુધી પ્રયાસ કરતા રહ્યાં છે સચિન પાયલોટને મુખ્યમંત્રી બનાવવામાં આવે, તે માટે તેમણે ઘણા ધારાસભ્યો સાથે ચર્ચા પણ કરી હતી. પરંતુ 35 વર્ષથી રાજસ્થાનની રાજનીતિમાં સક્રિય અશોક ગેહલોત ધારાસભ્યોના સમર્થનના મામલામાં સચિન પાયલોટ પર ભારે પડ્યા અને પાયલોટે નાયબ મુખ્યમંત્રીથી સંતોષ કરવો પડ્યો હતો. 


સચિન પાયલોટના ભાજપમાં સામેલ થવાની અટકળો તેજ, આજે નડ્ડા સાથે કરી શકે છે મુલાકાત  


બંન્ને વચ્ચે રાજકીય અદાવતના કિસ્સા જૂના છે..
1. આ બંન્ને વચ્ચે વિવાદનો પાયો ત્યારે નખાયો જ્યારે શપથ ગ્રહણ સમારોહમાં સચિન પાયલોટે કહ્યુ કે, હું નાયબ મુખ્યમંત્રીના રૂપમાં શપથ લઈશ અને અશોક ગેહલોતની સાથે લઈશ. 


2. પછી જ્યારે મંત્રીઓને શપત અપાવવામાં આવ્યા તો રાજભવનમાં સચિન પાયલોટે કહ્યુ કે, મારી પણ ખુરશી રાજ્યપાલની બાજુમાં લાગશે, જ્યાં પર મંત્રીઓ શપથ લઈ રહ્યાં હતા. તે સમયે કહેવામાં આવે છે કે અશોક ગેહલોતે વિરોધ કર્યો કે, નાયબ મુખ્યમંત્રી જેવુ કોઈ પદ બંધારણમાં હોતુ નથી. તે એક કેબિનેટ મંત્રીની હેસિયતથી હોય છે તેથી રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ખુરશીની બાજીમાં નાયબ મુખ્યમંત્રીની ખુરશી ન લાગી શકે,પરંતુ સચિન પાયલોટે પોતાની ખુરશી લગાવડાવી.


3. સરકાર બન્યાના કેટલાક સમય બાદ સચિન પાયલોટને જોવા મળ્યુ કે તેની સાથે માત્ર એક કેબિનેટ મંત્રીના રૂપમાં વર્તન કરવામાં આવી રહ્યું છે. 


4. રાજસ્થાન વિધાનસભામાં મુખ્ય દ્વારથી માત્ર રાજ્યપાલ, વિધાનસભા અધ્યક્ષ અને મુખ્યમંત્રી આવે છે. નાયબ મુખ્યમંત્રી પાયલોટ તે રસ્તે પ્રથમવાર જ્યારે વિધાનસભા શરૂ થઈ તો 1 દિવસ તે આવ્યા, પરંતુ બીજા દિવસે વિધાનસભાના માસ્ટરે તેમને રોકી લીધા અને કહ્યુ કે, તમે ધારાસભ્યો મંત્રીઓના રસ્તે આવો. 


રાજસ્થાનમાં રાજકીય ભૂકંપ, આજે થનારી વિધાયક દળની બેઠક માટે કોંગ્રેસે વ્હિપ જાહેર કર્યો  


સચિન પાયલોટે જીદ કરી તો ગેહલોતે તેમને મુલાકાતીઓ રસ્તેથી આવવાની જોગવાઇ કરી દીધી એટલે કે વચ્ચેનો રસ્તો કાઢવામાં આવ્યો ન તો મુખ્યમંત્રીના રસ્તેથી આવશે ન મંત્રીઓના રસ્તેથી આવશે તે બીજા રસ્તાથી આવશે. 


5. ત્યારબાદ ધીમે-ધીમે સરકારના નિર્ણયોમાં સચિન પાયલોટની ભાગીદારી ઓછી થઈ ગઈ અને પાયલોટના નજીકના મંત્રી ગેહલોતની નજીક આવી ગયા અને તે હાશિયા પર ધકેલાય ગયા. 


6. પ્રિયંકા ગાંધીની રાજનીતિમાં એન્ટ્રીની સાથે પાયલોટ માટે અંતર વધી ગયું અને અશોક ગેહલોત 10 જનપથમાં મજબૂત થતા ગયા. 


7. રાજસ્થાનમાં હાલ સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી થવાની છે, જેમાં  પંચાયતથી લઈને શહેરી ચૂંટણી સુધી ટિકિટ વેંચવાની છે. પરંતુ ગેહલોત ઈચ્છતા હતા કે પાયલોટને પ્રદેશ અધ્યક્ષના પદ પરથી હટાવવામાં આવે, તેને લઈને સચિન ખુબ નારાજ હતા. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube