ગેહલોતે PM મોદીને પત્ર લખીને કહ્યું- ચૂંટાયેલી સરકારને તોડી પાડવાનું થઇ રહ્યું છે કાવતરું
રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોતે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો. આ પત્રમાં તેમણે આરોપ લગાવ્યો છે કે રાજસ્થાનની ચૂંટાયેલી સરકારને તોડી પાડવાનો પ્રયત્ન થઇ રહ્યો છે.
જયપુર: રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોતે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો. આ પત્રમાં તેમણે આરોપ લગાવ્યો છે કે રાજસ્થાનની ચૂંટાયેલી સરકારને તોડી પાડવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. અને આ ષડયંત્રમાં એક કેન્દ્રીય મંત્રી સામેલ છે.
પત્રમાં તેમણે લખ્યું કે ''કોવિડ-19 મહામારીના આ દૌરમાં જીવન રક્ષા જ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. એવામાં રાજસ્થાનમાં ચૂંટાયેલી સરકારને તોડી પાડવાનો કુપ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ કૃત્યમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, ભાજપના અન્ય નેતા તથા અમારી પાર્ટીના કેટલાક અતિ મહાત્વાકાંક્ષી નેતા પણ સામેલ છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube