હરિયાણામાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસને જબરદસ્ત ફટકો, આ દિગ્ગજ નેતાએ છેડો ફાડ્યો
હરિયાણા વિધાનસભા ચૂંટણી (Hariyana Assembly Elections 2019) પહેલા કોંગ્રેસ (Congress)ને મોટો ફટકો પડ્યો છે.
ચંડીગઢ: હરિયાણા વિધાનસભા ચૂંટણી (Hariyana Assembly Elections 2019) પહેલા કોંગ્રેસ (Congress)ને મોટો ફટકો પડ્યો છે. પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અશોક તંવર (Ashok Tanwar)એ કોંગ્રેસની પ્રાથમિક સદસ્યતાથી રાજીનામું આપી દીધુ છે. તંવરે ટ્વીટ ક રીને પાર્ટીની પ્રાથમિક સદસ્યતાથી રાજીનામું આપવાની જાણકારી આપી છે. અત્રે જણાવવાનું કે તંવર પ્રદેશ અધ્યક્ષ પદ ગયા બાદથી નારાજ જોવા મળી રહ્યાં હતાં.
PM મોદી અને શેખ હસીનાની મુલાકાત, ભારત-બાંગ્લાદેશ વચ્ચે થયા મહત્વના કરાર
આ અગાઉ શુક્રવારે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અશોક તંવરે પાર્ટીમાં તમામ મોટા પદો પરથી રાજનામું આપી દીધુ હતું. અશોક તંવરે હરિયાણાના પૂર્વ સીએમ ભૂપેન્દ્રસિંહ હુડ્ડા ઉપર નિશાન સાધ્યું હતું. અશોક તંવરે આરોપ લગાવ્યો હતો કે હરિયાણા કોંગ્રેસ હવે હુડ્ડા કોંગ્રેસ બનીને રહી ગઈ છે.
તંવરે કહ્યું કે તેઓ જ્યારે પ્રદેશ અધ્યક્ષ હતાં ત્યારે જે લોકોએ પોતાનું લોહી પાણી એક કરીને કોંગ્રેસને મજબુત કરવા માટે સંઘર્ષ કર્યો હતો તે બધાને બાજુમાં મૂકી દેવાયા અને ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ પોતાની મરજીથી ટિકિટ ફાળવી દીધી.
જુઓ LIVE TV