જ્ઞાનવાપી પરિસર માટે ASIનો સર્વે રિપોર્ટ જાહેર; ASIના સર્વેમાં જ્ઞાનવાપી મૂળ મંદિર હોવાની પુષ્ટિ
Gyanvapi Case: પુરાતત્વ વિભાગના રિપોર્ટ બાદ વારાણસીના જ્ઞાનવાપી પરિસર માટે નવેસરથી વિવાદ શરૂ થયો છે. મસ્જિદ મૂળ મંદિર હોવાનો ASIના સર્વેમાં દાવો કરાયો છે, ત્યારે મુસ્લિમ પક્ષે ASIના સર્વેને જ માનવાનો ઈન્કાર કરી દીધો છે. કોર્ટમાં સુનાવણી પહેલાં જ કેટલાક પક્ષકારો ઈતિહાસ પોતાની રીતે લખવાની કોશિશ કરી રહ્યા છે.
Gyanvapi Survey Report: વારાણસીનું જ્ઞાનવાપી પરિસર ફરી ચર્ચામાં છે. તેનું કારણ છે પુરાતત્વ વિભાગનો રિપોર્ટ. વારાણસીની ડિસ્ટ્રીક્ટ કોર્ટના આદેશ બાદ ASIએ બંને પક્ષોને પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે. આ સર્વેમાં જે દાવો કરાયો છે તે હિંદુ પક્ષના દાવા સાથે મેળ ખાય છે, સર્વે પ્રમાણે જ્ઞાનવાપી મસ્જિદ નહીં, પણ મંદિર છે. 17મી સદીમાં મંદિરને ધ્વસ્ત કરવામાં આવ્યું હતું. મંદિરને ઔરંગઝેબના શાસનકાળમાં ધ્વસ્ત કરાયું હતું. મંદિરના માળખામાં સુધારો કરીને તેનો ઉપયોગ વર્તમાન માળખામાં કરાય છે. વૈજ્ઞાનિક અભ્યાસ અને સર્વેના આધારે ASIનો દાવો છે કે જ્ઞાનવાપી પરિસરમાં કલા સ્થાપત્યો અને શિલાલેખ પરથી કહી શકાય કે અહીં એક સમયે હિંદુ મંદિર હતું.
ફરી તથ્યકાંડ માટે તૈયાર રહેજો અમદાવાદીઓ! ફરી કોઈનો લાડકો કે લાડકી મોતને ભેટશે!
આ તારણો જ્યાં હિંદુ પક્ષકારોના દાવાને સાચા સાબિત કરે છે, ત્યાં મુસ્લિમ પક્ષે ASIના સર્વે અને રિપોર્ટ સામે સવાલ ઉઠાવ્યા છે, રિપોર્ટને ફગાવી દીધો છે. AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીનું કહેવું છે કેઆ સર્વે કોઈ પણ વ્યાવસાયિક પુરાતત્વવિદો કે ઈતિહાસવિદોની તપાસમાં ટકી શકે તેમ નથી. આ રિપોર્ટ અનુમાનો પર આધારિત છે અને વૈજ્ઞાનિક અભ્યાસની મજાક ઉડાવે છે. એક મહાન વિદ્વાને એક સમયે જણાવ્યું હતું કે, ASI હિંદુત્વની કઠપૂતળી છે.
અંબાલાલે ફેબ્રુઆરી વિશે કર્યો વરતારો! તારીખો સાથે આગાહી, જાણો ક્યારે આવશે ઠંડી-વરસાદ
પુરાતત્વ વિભાગના રિપોર્ટમાં જ્યાં દાવો કરાયો છે કે મંદિર 17મી સદીમાં ઔરંગઝેબના સમયમાં તોડવામાં આવ્યું હતું, ત્યાં મુસ્લિમ પક્ષે આ દાવાને જ ફગાવી દીધો છે. ASIનો રિપોર્ટ જાહેર કરાયા બાદ શુક્રવારે જ્ઞાનવાપી પરિસરની બહાર ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હતો. આ દરમિયાન પત્રકારો જ્યારે મુસ્લિમ પક્ષના લોકો સાથે વાત કરી રહ્યા હતા ત્યારે ભીડે પત્રકારો સાથે ગેરવર્તન કર્યું, તેમના માટે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો, પત્રકારોને ધક્કે ચડાવવામાં આવ્યા.
Budget 2024: નાણામંત્રીએ કરી દીધો સંકેત! બજેટમાં આ 4 ચીજો પર હશે સરકારનું ફોકસ
એએસઆઈના રિપોર્ટમાં સૌથી મોટો દાવો કથિત મસ્જિદમાં મંદિરના શિલ્પ સ્થાપત્યોની હાજરીને લગતો છે, ત્યારે મુસ્લિમ પક્ષ આ દાવાને માનવા પણ તૈયાર નથી. વારાણસીના જ્ઞાનવાપી પરિસરનો કેસ આજકાલનો નથી, પણ 1991માં જિલ્લાની અદાલતમાં પહેલી વખત કેસ દાખલ કરવામાં આવ્યો હતો. એટલે કે કાયદેસરનો વિવાદ 3 દાયકા જૂનો છે. હવે આ કેસમાં સક્રિયપણે સુનાવણી થઈ રહી છે. ત્યારે કેટલાક મુસ્લિમ અગ્રણીઓ અદાલતના માધ્યમથી વાત કરવાની જગ્યાએ મનસ્વી નિવેદનો કરી રહ્યા છે.
મહાશિવરાત્રિની આ તારીખ નોંધી લો; ગુપચૂપ આ 3 ચમત્કારિક ઉપાય કરજો, દોડવા લાગશે કિસ્મત
પુરાતત્વ વિભાગનો રિપોર્ટ હવે કોર્ટ સમક્ષ છે, ત્યારે જ્ઞાનવાપી મામલે હવે કોર્ટ કોઈ નિર્ણય લેશે. પણ ત્યાં સુધી બંને પક્ષોએ નિવેદનોમાં સંયમ જાળવવાની જરૂર છે.