ભારતમાં તબાહી મચાવવા માટે હાફિઝ સઈદ-ISI આ મહિલાને આપતા હતાં પૈસા
કાશ્મીરી ભાગલાવાદી નેતા આસિયા અંદ્રાબીએ ખુલાસો કર્યો છે કે તે પાકિસ્તાની સેનાના એક અધિકારી દ્વારા લશ્કર એ તૈયબાના ચીફ હાફિઝ સઈદની નજીક આવી.
નવી દિલ્હી: કાશ્મીરી ભાગલાવાદી નેતા આસિયા અંદ્રાબીએ ખુલાસો કર્યો છે કે તે પાકિસ્તાની સેનાના એક અધિકારી દ્વારા લશ્કર એ તૈયબાના ચીફ હાફિઝ સઈદની નજીક આવી. અધિકારી દુખ્તારન એ મિલ્લત નેતા અંદ્રાબીનો સંબંધી હતો. અંદ્રાબીની સાથે જ બે ભાગલાવાદી નેતાઓની હાલ NIA પૂછપરછ કરી રહી છે. કાશ્મીર યુનિવર્સિટીથી વિજ્ઞાનમાં સ્નાતકનો અભ્યાસ કરી ચૂકેલી અંદ્રાબી ચાર વર્ષ અગાઉ પાકિસ્તાની ઝંડા ફરકાવવા અને પાકિસ્તાની રાષ્ટ્રગીત ગાવવાના કારણે વિવાદમાં આવી હતી. અંદ્રાબીના આ કૃત્ય પાછળ હાફિઝ સઈદનો હાથ હોવાનું કહેવાય છે.
NIAના સૂત્રએ જણાવ્યું કે અંદ્રાબીનો ભત્રીજો પાકિસ્તાન સેનામાં કેપ્ટન રેંકનો અધિકારી છે. તેનો એક અન્ય નજીકનો સંબંધી પાકિસ્તાની સેના અને ગુપ્તચર એજન્સી ISIના સંપર્કમાં છે. અંદ્રાબીનો સંબંધી દુબઈ અને સાઉદી અરબમાં પણ છે જ્યાંથી તે ફંડ મેળવે છે અને ભારત તેનો ઉપયોગ ભારત વિરુદ્ધની ગતિવિધિઓમાં કરે છે.
જુઓ LIVE TV