નવી દિલ્હીઃ Assam Election 2021: અસમ વિધાનસભા ચૂંટણીમાં મતદાન માટે હવે એક સપ્તાહ કરતા ઓછો સમય બાકી છે. આ પહેલા રાજકીય પાર્ટીઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર જારી છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે  આજે અસમમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ એઆઈયૂડીએફ પ્રમુખ બદરુદ્દીન અજમલ પર હુમલો કર્યો હતો. તેમણે બદરુદ્દીન અઝમલને 'આધુનિક કાળો પહાડ' ગણાવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોનાઈ રેલીમાં અમિત શાહે આરોપ લગાવ્યો કે પાંચ વર્ષ પહેલા જ્યારે કોંગ્રેસ રાજ્યની સત્તામાં હતી, ત્યારે આંદોલન, હિંસા, બોમ્બ વિસ્ફોટ, લોકોના મોત થવા અને કર્ફ્યૂ લાગવું સામાન્ય વાત હતી. તેમણે કહ્યું, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અસમની રક્ષાની વાત કરે છે, પરંતુ આજે હું તેમને જાહેરમાં પૂછવા ઈચ્છુ છું કે કોંગ્રેસ એઆઈયૂડીએફ પ્રમુખ બદરુદ્દીન અજમલને પોતાની સાથે રાખી આ કરી શકશે. 


ભાજપ નેતાએ કહ્યુ કે, આધુનિક કાળા પહાડ બદરુદ્દીન અજમલને લઈને ચાલો છો તો કઈ રીતે અસમની અસ્મિતાની રક્ષા કરશો?


આ પણ વાંચોઃ Bengal Eelction: કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, G-23 ના માત્ર એક નેતાને મળ્યું સ્થાન  


શાહે કહ્યુ કે, જો અજમલ સત્તામાં આવી ગયા તો શું અસમ ઘુષણખોરોથી સુરક્ષિત રહેશે? શું લોકો ઈચ્છે છે કે રાજ્યમાં વધુ ઘુષણખોરો આવી જાય? તેમણે કોંગ્રેસ પર ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું કે, ભાજપની નીતિ સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસ છે. 


તેમણે દાવો કર્યો કે, કોંગ્રેસે અસમિયા લોકો અને બંગાળી લોકો વચ્ચે ઝગડો કરાવ્યો. મેદાની વિસ્તાર અને પહાડી વિસ્તાર વચ્ચે, ઉપરી અસમ અને નિચલા અસમ વચ્ચે ઝગડો કરાવ્યો, જ્યારે ભાજપ બધા નાના સમુદાયોને સાથે લઈને આવી અને વિકાસ દ્વારા તેને જોડ્યા. 


શાહે કહ્યુ, આ ચૂંટણીમાં લોકોએ નક્કી કરવાનું છે કે તે શાંતિ અને વિકાસ ઈચ્છે છે કે નહીં. આ ચૂંટણી ધારાસભ્ય કે મુખ્યમંત્રી ચૂંટવા માટે નથી પરંતુ તે નક્કી કરવા માટે છે કે આ વિકાસ યથાવત રહે અને અમસનું ગૌરવ અને વૈભવમાં વધારો થાય. 


આ પણ વાંચોઃ Delhi માં ઉપરાજ્યપાલને વધુ શક્તિઓ આપનાર બિલ લોકસભામાં પાસ, વધી શકે છે વિવાદ


મહત્વનું છે કે અસમમાં 27 માર્ચથી 6 એપ્રિલ વચ્ચે ત્રણ તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં રાજ્યની 47 વિધાનસભા સીટો પર 27 માર્ચે, બીજા તબક્કામાં 39 વિધાનસભા સીટો માટે એક એપ્રિલ અને ત્રીજા તબક્કામાં 40 વિધાનસભા સીટો પર 6 એપ્રિલે મતદાન થશે. ચૂંટણીનું પરિણામ 2 મેએ જાહેર થશે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube