Delhi માં ઉપરાજ્યપાલને વધુ શક્તિઓ આપનાર બિલ લોકસભામાં પાસ, વધી શકે છે વિવાદ

નિચલા ગૃહમાં બિલ પર ચર્ચાનો જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યુ, ''બંધારણ અનુસાર દિલ્હી વિધાનસભાથી યુક્ત સીમિત અધિકારોવાળું એક કેન્દ્રશાસિત રાજ્ય છે. સુપ્રીમ કોર્ટે પણ પોતાના ચુકાદામાં કહ્યું છે કે આ કેન્દ્ર શાસિત રાજ્ય છે. બધા સંશોધન ન્યાયાલયના નિર્ણયને અનુરૂપ છે.   

Updated By: Mar 22, 2021, 06:20 PM IST
Delhi માં ઉપરાજ્યપાલને વધુ શક્તિઓ આપનાર બિલ લોકસભામાં પાસ, વધી શકે છે વિવાદ

નવી દિલ્હીઃ લોકસભામાં 'દિલ્હી રાષ્ટ્રીય રાજધાની રાજ્યક્ષેત્ર શાસન (સંશોધન) વિધેયક 2021' ને મંજૂરી મળી ગઈ છે. આ બિલમાં ઉપરાજ્યપાલ  (LG) ને વધુ શક્તિઓ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. 

નિચલા ગૃહમાં બિલ પર ચર્ચાનો જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યુ, ''બંધારણ અનુસાર દિલ્હી વિધાનસભાથી યુક્ત સીમિત અધિકારોવાળું એક કેન્દ્રશાસિત રાજ્ય છે. સુપ્રીમ કોર્ટે પણ પોતાના ચુકાદામાં કહ્યું છે કે આ કેન્દ્ર શાસિત રાજ્ય છે. બધા સંશોધન ન્યાયાલયના નિર્ણયને અનુરૂપ છે. 

તેમણે કહ્યું કે, કેટલીક સ્પષ્ટતાઓ માટે આ બિલ લાવવામાં આવ્યું છે જેથી દિલ્હીના લોકોને ફાયદો થશે અને પારદર્શિતા આવશે. મંત્રીના જવાબ બાદ લોકસભાએ ધ્વનિમતથી રાષ્ટ્રીય રાજધાની રાજ્યક્ષેત્ર શાસન (સંશોધન) વિધેયક 2011ને મંજૂરી આપી છે. 

ગૃહ રાજ્યમંત્રીએ કહ્યુ કે, ડિસેમ્બર 2013 સુધી દિલ્હીનું શાસન સારી રીતે ચાલતુ હતું અને બધા મામલાનો હલ વાતચીતથી કરવામાં આવતો હતો. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં વિષયોને લઈને સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટમાં જવું પડ્યું કારણ કે કેટલાક અધિકારોને લઈને કોઈ સ્પષ્ટતા નહતી. 

આ પણ વાંચો- દિલ્હીમાં હવે 21 વર્ષની ઉંમરે દારૂનું સેવન કરી શકશો, કેજરીવાલ સરકારની જાહેરાત 

કોંગ્રેસનું નિશાન
આ બિલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસે દાવો ક્યો કે આ ''ગેરબંધારણીય બિલ'' ના માધ્યમથી કેન્દ્ર સરકાર દિલ્હીમાં પાછલા દરવાજાથી શાસન ચલાવવાનો પ્રયાસ કરી રહી છે. ચર્ચાની શરૂઆત કરતા કોંગ્રેસના મનીષ તિવારીએ કહ્યુ કે, ત્યારેક દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનું સમર્થન કરનાર ભાજપ અને કેન્દ્રની તેની હાલની સરકાર બવે દિલ્હીમાં લોકતાંત્રિક વ્યવસ્થા ખતમ કરવા ઈચ્છે છે. 

તેમણે કહ્યું, 2003માં તત્કાલીન ગૃહ મંત્રી લાલકૃષ્ણ અડવાણીએ બંધારણમાં 102માં સુધારા સંબંધી બિલ રજૂ કર્યું હતું. આ સંશોધનનો ઉદ્દેશ્ય હતો કે નવી દિલ્હીના વિસ્તારને છોડી બાકી દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે. કોંગ્રેસ નેતાએ કિશન રેડ્ડીને કહ્યુ કે, મંત્રીજી મહેરબાની કરી અડવાણી જી દ્વારા લાવવામાં આવેલા સંશોધિત બિલને વાંચો. 

આ પણ વાંચોઃ દાવો કરવામાં ગોથું ખાઈ ગયા શરદ પવાર? એક VIDEO એ પોલ ખોલી નાખી

શું બોલ્યા ભાજપ સાંસદ?
ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ ચર્ચા દરમિયાન કહ્યું કે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં ફેલાયેલી અવ્યવસ્થાને ઠીક કરવા માટે કેન્દ્ર સરકાર બંધારણ પ્રમાણે પગલા ભરી રહી છે. તેમણે કહ્યું કે, દિલ્હીમાં પ્રશાસકના રૂપમાં ઉપરાજ્યપાલ જ સરકાર ચલાવવાનો અધિકાર રાખે છે અને આ વાત પહેલાથી બંધારણ પ્રમાણે નિર્ધારિત છે. કેન્દ્ર સરકાર આ વાતને સંશોધનના માધ્યમથી સ્પષ્ટ કરી રહી છે અને લાગૂ કરી રહી છે. 

આપે શું કહ્યું?
આમ આદમી પાર્ટીના સાંસદ ભગવંત માને લોકસભામાં કેન્દ્ર પર રાજ્યોના અધિકારોનું હનન કરવા અને દિલ્હીની સરકારને શક્તિહીન કરવાનો આરોપ લગાવ્યો. માને કહ્યુ કે, કેન્દ્ર સરકાર, રાજ્યોના અધિકારોનું હનન કરવામાં નિષ્ણાંત છે અને કૃષિ કાયદો લાવવામાં પણ આમ કરવામાં આવ્યું હતું. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube