તેજપુરઃ અસમ વિધાનસભા ચૂંટણી (Assam Assembly elections 2021) ને લઈને રાજ્યમાં રાજકીય ગરમી જોવા મળી રહી છે. બધા પક્ષો મતદાતાને પોતાના પક્ષમાં કરવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. કોંગ્રેસ તરફથી સતત તેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે કોઈપણ રીતે રાજ્યમાં ભાજપની સરકારને ઉખેડી ફેંકવામાં આવે. તે માટે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) એ મોર્ચો સંભાળ્યો છે. અસમના તેજપુરમાં એક રેલી દરમિયાન પ્રિયંકાએ ભાજપ પર હુમલો કર્યો અને કહ્યું કે, રાજ્યમાં કોંગ્રેસની સરકાર બને છે તો અમે નાગરિકતા સંશોધન કાયદો લાગૂ કરીશું નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેલીને સંબોધિત કરતા પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) એ કહ્યું, અમે એવો કાયદો બનાવીશું જેથી અહીં CAA લાગૂ થશે નહીં. આ દરમિયાન પ્રિયંકાએ ભાજપ સરકાર તરફથી કરવામાં આવેલા વાયદાને યાદ કરાવતા કહ્યું કે, હાલની સરકારે આપેલા વચનો પૂરા કર્યા નથી અને તમારી ઓળખ પર પણ હુમલો કર્યો છે. 


રેલીના મંચ પરથી પ્રિયંકા ગાંધીએ ઘણા મહત્વના વચનો આપ્યા. તેમણે કહ્યું કે, અમે વચન નહીં પરંતુ તમને ગેરંટી આપી રહ્યાં છીએ. આ ગેરંટી તમારા ભવિષ્યને સારૂ બનાવવા માટે છે. અસમની ગૃહિણીઓને લઈને મોટી જાહેરાત કરતા પ્રિયંકાએ કહ્યું, કોંગ્રેસની સરકાર આવવા પર ગૃહિણીઓને દર મહિને 2000 રૂપિયા ગૃહિણી સન્માન રાશિના રૂપમાં આપવામાં આવશે. 


West Bengal માં ગૌ-તસ્કરી, લવ જેહાદ રોકવામાં TMC નિષ્ફળ, 2 મે બાદ પરિવર્તનઃ યોગી આદિત્યનાથ  


મહત્વનું છે કે અમસમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ પ્રિયંકા ગાંધી રાજ્યના બે દિવસીય પ્રવાસે ગયા છે અને રેલીઓ કરી ભાજપ પર હુમલા કરી રહ્યાં છે. પ્રિયંકા ગાંધીનો પ્રયાસ છે કે ચૂંટણીમાં વધુમાં વધુ સીટ બનાવી રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનાવવામાં આવે. 


અસમમાં ક્યારે છે ચૂંટણી
મહત્વનું છે કે અસમમાં વિધાનસભા માટે તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે. ચૂંટણી પંચ પ્રમાણે વિધાનસભાની 126 સીટો પર ત્રણ તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કા માટે 27 માર્ચે મતદાન થશે. 2 મેએ મતોની ગણના થશે. અસમમાં 33 હજાર મતદાન કેન્દ્રો હશે. રાજ્યમાં પાછલી ચૂંટણીની તુલનામાં આશરે 30 ટકા મતદાન કેન્દ્ર વધારવામાં આવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube