ગુવાહાટી: મોનસૂન અસમ પહોંચ્યા બાદ ગત થોડા દિવસોથી મૂશળાધાર વરસાદ થઇ રહ્યો છે અને તેના લીધે રાજ્યમાં પુરની સ્થિતિ આવી ગઇ છે. અસમના 16 જિલ્લામાં 704 ગામ પુરની ચપેટમાં આવી ગયા છે. બ્રહ્મપુત્ર નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ જાણકારી અધિકારીઓએ શુક્રવારે આપી. અસમના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલએ પણ જિલ્લામાં સૂચના આપી દીધી છે કે પ્રભાવિત વિસ્તારોમાં રાહતકાર્ય તેજ કરવાના નિર્દેશ આપ્યા છે. અસમમાં વધુ એક મોત થયા બાદ મોતની સંખ્યા વધીને 15 થઇ ગઇ છે. 


રાજ્યમાં ધેમાજી સર્વાધિક પ્રભાવિત જિલ્લો છે અને ત્યારબાદ તિનસુકિયા, માજુલી અને ડિબ્રૂગઢ પણ પ્રભાવિત છે. અસમ એએસડીએમએના દૈનિક રિપોર્ટ અનુસાર ડિબ્રૂગઢમાં વધુ એક વ્યક્તિનું મોત થયું છે. 


અધિકારીઓએ કહ્યું કે બ્રહ્મપુત્ર નદી અને તેની સહાયક નદીઓ ઘણા સ્થળો પર ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે અને તેના લીધે ધેમાજી, લખીમપુર, વિશ્વનાથ, ઉદલગુડી, દરંગ, બક્સા, કોકરાઝાર, બારપેટા, નાગાંવ, ગોલાઘાટ, જોરહાટ, માજુલી, શિવસાગર, ડિબ્રૂગઢ અને તિનસુકિયા જિલ્લા પૂરથી પ્રભાવિત થયા છે. 


એએમડીએએમએ કહ્યું જિલ્લા વિભાગોમાં છ જિલ્લામાં 142 રાહત શિબિર અને વિતરણ કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યા છે, જ્યાં 19,000થી વધુ લોકો વસવાટ કરે છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube