ગુવાહાટી: પૂર્વોત્તરનું રાજ્ય આસામ (Assam)પૂરથી સૌથી વધુ પ્રભાવિત છે. આસામમાં પૂરના કારણે અત્યાર સુધીમાં 79 લોકોના જીવ ગયા છે. અનેક લોકો પૂર પ્રભાવિત વિસ્તારોમાં ફસાયેલા છે. જેમને રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવી રહ્યાં છે. આ પૂરથી માણસોનું જ જનજીવન નહીં પરંતુ જીવજંતુ પણ ખુબ પ્રભાવિત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) ના રિપોર્ટ મુજબ બ્રહ્મપુત્ર નદી અનેક જગ્યાએ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. આસામના 30 જિલ્લા પૂરની ઝપેટમાં છે અને 54 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. NDRFની ટીમો પણ સતત રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે. 


જુઓ LIVE TV



અત્રે જણાવવાનું કે આસામના હોજઈ, ધેમાજી, લખીમપુર, વિશ્વનાથ, સોનિતપુર, ઉદાલગુડી, દરાંગ, બક્સા, નલવાડી, બારપેટા, ચિરાંગ, બોંગાઈગાવ, કોકરાઝાર, ધુબરી, દક્ષિણ સાલમાડા, ગોલપાડા, કામરૂપ, મોરીગાવ, કામરૂપ વગેરે જિલ્લામાં પાણી ઘૂસી ગયા છે.