આ રાજ્યમાં દુલ્હનને મળશે 1 તોલા સોનું, ફેરાના સમયે સરકાર આપશે ભેટ
ચૂંટણીના સમયમાં આમ આદમી પર વિવિધ સરકારો દ્વારા જાત-જાતની યોજનાઓ-રાહતોની જાહેરાતો કરવામાં આવતી હોય છે, આ જ સંદર્ભમાં આસામની ભાજપ સરકારે જાહેરાત કરી છે કે, રાજ્યમાં લગ્ન દરમિયાન સરકાર તરફથી દુલ્હનને 1 તોલા સોનું આપવામાં આવશે
નવી દિલ્હીઃ ચૂંટણીના સમયમાં આમ આદમી પર વિવિધ સરકારો દ્વારા જાત-જાતની યોજનાઓ-રાહતોની જાહેરાતો કરવામાં આવતી હોય છે, આ જ સંદર્ભમાં આસામની ભાજપ સરકારે જાહેરાત કરી છે કે, રાજ્યમાં લગ્ન દરમિયાન સરકાર તરફથી દુલ્હનને 1 તોલા સોનું આપવામાં આવશે. વર્તમાન બજાર કિંમત પ્રમાણે અત્યારે 1 તોલાની કિંમત રૂ.38 હજાર છે.
આસામના નાણામંત્રી હિમંતા બિશ્વ સરમાએ રાજ્યનું બજેટ રજૂ કરવા દરમિયાન આ જાહેરાત કરી હતી. આ યોજનાને 'અરૂંધતિ' નામ આપવામાં આવ્યું છે. આ યોજનાનો ફાયદો રાજ્યમાં રૂ.5 લાખથી ઓછી આવક ધરાવતા પરિવારોને મળશે. રાજ્ય સરકારે આ યોજના માટે રૂ.300 કરોડની જોગવાઈ કરી છે.
સબરીમાલાઃ દેવસ્વમ બોર્ડનો મોટો નિર્ણય, સુપ્રીમના આદેશને આપ્યું સમર્થન, જાણો શું કહ્યું....આર્થિક રીતે નબળા પિતાને મદદ કરવાની યોજના
તેમણે આગળ જણાવ્યું કે, "મને લાગે છે કે, એ મારી જવાબદારી છે કે જે પિતા પોતાની પ્રિય પુત્રી માટે સોનાના આભૂષણ ખરીદી સકતા નથી, તેમણે તેના માટે ધિરાણ લેવું પડે છે. આ માટે તેણે વ્યાજખોરોની ચુંગાલમાં ફસાવું પડે છે. મને આનંદ છે કે, આસામના એવા સમુદાય કે જ્યાં લગ્નના સમયે સોનું આપવાની પરંપરા છે, તેમની દિકરીઓને લગ્નના સમયે સરકાર 1 તોલા સોનું ભેટમાં આપશે."
હાર્દિક કોંગ્રેસનો 'હાથ' પકડીને અમરેલી બેઠક પરથી લોકસભા ચૂંટણીમાં ઝંપલાવશે
આ યોજનાને અરૂંધતિ નામ અપાયું છે. બિશ્વ સરમાએ જણાવ્યું કે, 'સરકારની અરૂંધતિ યોજનાનો લાભ લેવા માટે 'વિશેષ વિવાહ(આસામ) નિયમ, 1954' અંતર્ગત લગ્નની નોંધણી કરાવાની રહેશે. લગ્નના દિવસે સરકરા લાભાર્થી સુધી આ ઉપહાર પહોંચાડી દેશે. આ યોજનાનો લાભ જેની વાર્ષિક આવક રૂ.5 લાખ કે તેનાથી ઓછી હોય તેને જ મળશે.'