ગુવાહાટી : અસમમાં ઝેરી દારૂ પીને મરનારા લોકોની સંખ્યા 110એ પહોંચી ચુકી છે. હોસ્પિટલમાં દાખલ 200થી વધારે લોકોની સ્થિતી ગંભીર છે. મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે મૃતકનાં પરિવારને 2-2 લાખ વળતર રકમ અને સારવાર કરાવી રહેલા દર્દીઓને 50 હજાર રૂપિયાની સહાયતા રકમ આપવામાં આવી છે. અસમનાં ગોલાઘાટ જિલ્લા બાદ જોરહાટ જિલ્લામાં પણ અત્યાર સુધી 65 લોકોનાં ઝેરી દારૂ પીવાનાં કારણે મોતની પૃષ્ટી તઇ ચુકી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુલમામા હુમલા મુદ્દે દરેક હિન્દુસ્તાની એક, મૌલાની નહી શૈતાન છે અઝહર: ઓવૈસી

જોરહાટ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ગોલાઘાટથી સારવાર માટે નાજુક સ્થિતીમાં લાવેલા 30 લોકોને જોડીને અત્યાર સુધી જોરહાટમાં 65 લોકોનાં જીવ જવાની પૃષ્ટી થઇ ચુકી છે. ગોલઘાટની સિવિલ હોસ્પિટલમાં 45 લોકોનાં મોત થઇ ચુક્યા છે. ગોલાઘાટ અને જોરહાટ બંન્ને જિલ્લાને જોડીને મરનારા લોકોનો આંકડો 110 ગણાવાઇ રહ્યા છે. અધિકારીક રીતે પણ તેની પૃષ્ટી થઇ ચુકી છે. 150થી વધારે લોકોને જોરહાટ મેડિકલ કોલેજમાં સારવારચાલી રહી છે અને 50થી વદારે લોકોની સ્થિતી હજી પણ ગંભીર બની ચુકી છે. સુત્રોએ જણાવ્યું કે, મૃતકોની સંખ્યામાં વધારો થઇ શકે છે. 


કંઇ મોટુ થવાના સંકેતો! અનેક અલગતાવાદી નેતાઓની ધરપકડ, સેનાની 100 કંપની ફરજંદ

અસમના સ્વાસ્થય મંત્રી ડૉ. હિંમત વિશ્વ સરમા સ્થિતીનો તાગ મેળવવા માટે જોરહાટ મેડિકલ કોલેજ હોસ્પિટલ પહોંચ્યા અને જોરહાટ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં વધી રહેલા દર્દીઓનાં પ્રમાણને જોતા અને ડોક્ટરની ઉણપના કારણે 50 વધારાના ડોક્ટર્સની ટીમને જોરહાટ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવા માટે બોલાવવામાં આવ્યા છે.  બીજી તરફ અસમના મુખ્યમંત્રી સોનોવાલે તપાસનાં આદેશ આપતા એક મહિનાની અંદર રિપોર્ટ સોંપવા માટેના નિર્દેશ આપવામાં આવ્યા છે. 


યુપી: ભદોહીમાં વિસ્ફોટ બાદ જમીનદોસ્ત થયું મકાન, 13 લોકોના મોત

આબકારી વિભાગ મંત્રીના નિર્દેશ અનુસાર ગોલઘાટ જિલ્લાનાં બે આબકારી અધિકારીઓને પણ સસ્પેંડ કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર ઝેરી શરાબ અસમના ગોલાઘાટ અને નાગાલેન્ડ સીમાંત દુર્ગમ ગાઢ જંગલના વિસ્તારમાં બનાવી અને ત્યાંથી ગોલાઘાટ અને જોરહાટનાં ચાના બગીચાઓનાં મજુરો અને અસ્સ પાસનાં વિસ્તારમાં વેચવામાં આવ્યો હતો. ફોરેન્સીક તપાસ દળ જોરહાટમાં ઝેરી દેશી દારૂની તપાસ કરી રહ્યું છે.