ગુવાહાટીઃ ભારતમાં સૌથી વધુ ચાનું ઉત્પાદન આસામમાં થાય છે. આસામની ચા સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. અહીં કેટલીક ચાની ક્વોલિટી તો એટલી વિશેષ છે કે તે હજારો રૂપિયે પ્રતિકિલો બજારમાં વેચાય છે. અહીં મંગળવારે યોજાયેલી હરાજીમાં ચાની એક વેરાયટી 50,000 રૂપિયે પ્રતિ કિલોના ભાવે વેચાઈ હતી. આ પ્રથમ ઘટના છે જ્યારે એક કિલો ચા આટલી મોટી કિંમતે વેચાઈ હોય. આસામના મનોહારી ચાના બગીચાની 'ગોલ્ડ સ્પેશિયલ ચા' આટલી મોટી કિંમતે વેચાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુવાહાટીમાં યોજાઈ હરાજી
મંગળવારે ચા બોર્ડના ગુવાહાટી ખાતે આવેલા હરાજી કેન્દ્રમાં ચાની વિવિધ વેરાયટીની હરાજી યોજવામાં આવી હતી. જેમાં મનોહારી ચાના બગીચાની 'ગોલ્ડ સ્પેશિયલ ચા' વેરાયટીને અહીંના જ સ્થાનિક વેપારી સૌરભ ટી ડ્રેડર્સ દ્વારા પ્રતિ કિલોની રૂ.50,000ની બોલી લગાવાઈ હતી. અન્ય કોઈ વેપારી આટલી બોલી ન લગાવતાં મનોહારી ગોલ્ડ સ્પેશિયલ ચા રૂ.50,000 પ્રતિ કિલોના ભાવે વેચાઈ હતી. વેપારીએ મંગલવારે બે કિલો મનોહારી ગોલ્ડ સ્પેશિયલ ચા ખરીદી હતી.


શું CCDના માલિકે પૂલ પરથી નદીમાં માર્યો કૂદકો? પોલીસ કરી રહી છે શોધખોળ  


ગયા વર્ષે 24 જુલાઈ, 2018ના રોજ આ જ બગીચાની ચાની એક વેરાયટી એક કિલોના રૂ.39,001ના ભાવે વેચાઈ હતી. આ અગાઉ 2018માં અરૂણાચલ પ્રદેશમાં ઉત્પાદિત થતી એક વિશેષ પ્રકારની ચા ગુવાહાટી ટી ઓક્શન સેન્ટર (GTAC)માં પ્રતિ કિલો રૂ.40,000ના ભાવે વેચાઈ હતી. જે એ સમયનો વર્લ્ડ રેકોર્ડ હતો. હવે આ વર્લ્ડ રેકોર્ડ તુટી ગયો છે અને નવો રૂ.50,000 પ્રતિ કિલો ચાનો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે.


આ અંગે ગુવાહાટી ચા હરાજી-ખરીદી એસોસિએશનના સેક્રેટરી દિનેશ બિયાનીએ જણાવ્યું કે, "મનોહારી ગોલ્ડ ચાની જે બોલી લગાવાઈ છે, તે વિશ્વમાં નાગરિકોની હરાજીમાં લગાવાયેલી સૌથી ઊંચો બોલી છે. અમારા માટે આ અત્યંત ગર્વની બાબત છે."


 IAFના તરૂણ ચૌધરી વિંગસ્યૂટમાં આકાશમાંથી કૂદકો મારનારા ભારતના પ્રથમ પાઈલટ બન્યા 


વિશેષ પ્રકારના પાંદડા
મનોહારી ટી એસ્ટેટના માલિક રાજન લોહિયાએ જણાવ્યું કે, "ગોલ્ડન નીડલ ટી એક વિશેષ પ્રકારની ચા હોય છે. જેમાં નાની-નાની કળીઓ હોય છે. તેને અત્યંત સાવચેતીથી તોડવામાં આવે છે. આ ચાના પાંદડામાં સોનેરી રંગનું એક પડ હોય છે, જે અત્યંત મુલાયમ અને મખમલ જેવું હોય છે."


માત્ર 5 કિલો ઉત્પાદન
આ વખતે હવામાન ખરાબ હોવાના કારણે આ વિશેષ ચાનું ઉત્પાદન માત્ર 5 કિલો થયું છે. જો હવામાન સારું રહેતું તો આ ચાનું ઉત્પાદન વધુ થતું. દુનિયામાં દાર્જિલિંગ, નીલગિરી અને આસામમાં પેદા થતી ચાની સૌથી વધુ માગ રહે છે. 


જૂઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....