IAFના તરૂણ ચૌધરી વિંગસ્યૂટમાં આકાશમાંથી કૂદકો મારનારા ભારતના પ્રથમ પાઈલટ બન્યા

આ અંગે ટ્વીટ કરતા ભારતીય વાયુસેનાએ જણાવ્યું કે, વિંગ કમાન્ડર તરૂણ ચૌધરીએ 21 જુલાઈ, 2019ના રોજ 'WINGSUIT SKYDIVE JUMP' મારીને એક સિમાચિન્હ સ્થાપ્યો છે

IAFના તરૂણ ચૌધરી વિંગસ્યૂટમાં આકાશમાંથી કૂદકો મારનારા ભારતના પ્રથમ પાઈલટ બન્યા

નવી દિલ્હીઃ વિંગ કમાન્ડર તરૂણ ચૌધરી વિંગસ્યૂટમાં કૂદકો મારનારા ભારતીય વાયુસેનાના પ્રથમ પાઈલટ બન્યા છે. તેમણે 8500 ફૂટની ઊંચાઈએથી Mi-17 હેલિકોપ્ટરમાંથી કૂદકો માર્યો હતો. એક સામુહિક કાર્યક્રમમાં વિંગસ્યૂટની આ પ્રથમ પ્રદર્શન હતું. 

આ અંગે ટ્વીટ કરતા ભારતીય વાયુસેનાએ જણાવ્યું કે, "વિંગ કમાન્ડર તરૂણ ચૌધરીએ 21 જુલાઈ, 2019ના રોજ 'WINGSUIT SKYDIVE JUMP' મારીને એક સિમાચિન્હ સ્થાપ્યો છે. ભારતીય વાયુસેનાના પાઈલટનો આ પ્રથમ વિંગસ્યૂટમાં આકાશી કૂદકો છે, જે પોતે એ જ હેલિકોપ્ટરના કેપ્ટન પણ છે અને જાતે જ તેને ઉડાવે પણ છે."

Congratulations & Touch the Sky with Glory!!!@SpokespersonMoD pic.twitter.com/Bqy6eTXhBg

— Indian Air Force (@IAF_MCC) July 30, 2019

વાયુસેનાએ વધુમાં જણાવ્યું કે, "આ સાહસ સાથે ભારતીય વાયુસેનાની વ્યવસ્યાયિક્તા અને ક્ષમતાનું પ્રદર્શન છે. અભિનંદન અને આકાશને ગર્વ સાથે આંબો...!!".

This was the first flying wing suit jump demonstration at an organised gathering. The jump was undertaken during the Kargil Diwas celebrations at Air Force Station Jodhpur on 21-22 Jul 19.

— Indian Air Force (@IAF_MCC) July 30, 2019

જોધપુરમાં આવેલા એરફોર્સ સ્ટેશન ખાતે 21-22 જુલાઈ, 2019ના રોજ કારગિલ દિવસની ઉજવણીના જાહેર કાર્યક્રમ દરમિયાન વિંગ કમાન્ડર તરૂણ ચૌધરીએ વિંગસ્યૂટ પહેરીને આકાશમાંથી કૂદકો માર્યો હતો. તેઓ જ્યારે વિંગસ્યૂટમાં ધરતી પર ઉતર્યા ત્યારે લોકોએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા હતા. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news