અસમ: પુરની ઝપટે ચડ્યા 3 લાખથી વધારે લોકો, બચાવકાર્યમાં ઉતરી સેના
આસામમાં છેલ્લા ઘણા દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે લોકો પુરનો ભોગ બની રહ્યા છે. અસમનાં કોકરઝાર જિલ્લામાં અનેક ગામ પુરનાં પ્રકોપનો ભોગ બન્યા છે. સતત વણસી રહેલી સ્થિતીને જોતા હવે બચાવ અને રાહત કાર્યમાં સ્થાનિક તંત્રની સાથે ભારતીય સેનાને પણ જોડવામાં આવી છે.
ગુવાહાટી : આસામમાં છેલ્લા ઘણા દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે લોકો પુરનો ભોગ બની રહ્યા છે. અસમનાં કોકરઝાર જિલ્લામાં અનેક ગામ પુરનાં પ્રકોપનો ભોગ બન્યા છે. સતત વણસી રહેલી સ્થિતીને જોતા હવે બચાવ અને રાહત કાર્યમાં સ્થાનિક તંત્રની સાથે ભારતીય સેનાને પણ જોડવામાં આવી છે.
માનવતા માટે ભારતીય સેના તોડશે પ્રોટોકોલ, પાક. સેનાને સોંપાશે બાળકનું શબ
અધિકારીક સુત્રોએ જણાવ્યું કે, અસમમાં આશરે 1 લાખ લોકો પુરનો ભોગ બન્યા છે. જ્યારે ઉપરી આસામના ગોલાઘાટ, લખીમપુર, ઘેમાજી જિલ્લામાં 2 લાખ કરતા પણ વધારે લોકો પુરથી પ્રભાવિત છે. અહેવાલ અનુસાર પુરથી અત્યાર સુધી 3 લોકોનાં મોત નિપજ્યા હોવાની માહિતી છે.
ગોવામાં 10 ધારાસભ્યોના ''કેસરિયા'', કાલે મંત્રીમંડળમાં લાગી શકે છે લોટરી
કર્ણાટકનું કોકડુ ગુંચવાયુ: સ્પીકરે કહ્યું સુપ્રીમ કોર્ટ મને આદેશ ન આપી શકે
અધિકારીક સુત્રો અનુસાર પાડોશી દેશ ભુટાનમાંથી સતત થઇ રહેલી પાણીની આવકના કારણે અસમના ચિરાંગ જિલ્લાના ચંપાવતી નદી ગાંડીતુર બની છે. અનેક ગામ જળમગ્ન થઇ ચુક્યા છીએ. ચિરાંગ જિલ્લાનાં અમિનપારા ગામમાં સેનાના બચાવ અભિયાન ચલાવીને પુરમાં ફસાયેલી મહિલાઓ, બાળકો, વૃદ્ધો સહિત 39 લોકોને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.
જલ્દી જ ભાડા કરારનો નવો કાયદો આવશે, મકાન માલિક-ભાડૂઆત બંનેને થશે તગડો ફાયદો
બીજી તરફ કોકરઝાડ જિલ્લાના ગંગિયા નદીનું જળસ્તર પણ વધી રહ્યું છે. કોકારઝાડ જિલ્લામાં ત્રણ નંબરનુ સિગ્નલ સેખારબિલમાં પુરથી ઘેરાયેલા લોકોને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવ્યા છે. નિચલી અસમનાં કોકરાઝાડ, ચિરાંગ જિલ્લામાં નદીના પુરનાં કારણે જમીનનાં ધોવાણથી અનેક ગામોના અસ્તિત્વ પર જ સંકટ પેદા થઇ ચુક્યું છે.
ભારતીય ટીમ હાર્યા બાદ કાશ્મીરમાં દેશદ્રોહીઓની ઉજવણી, પાક. ઝીંદાબાદના નારા લાગ્યા
બીજી તરફ આસામના મુખ્યમંત્રી સબ્રાનંદ સોનોવાલે આજે મુખ્યમંત્રી સચિવાલયથી અસમના તમામ પુરગ્રસ્ત જિલ્લાનાં અધિકારીઓને વીડિયોકોન્ફરન્સ દ્વારા સ્થિતીની માહિતે મળેવવા અને પુરથી બેહાલ લોકોને શક્ય મદદ કરવા અને બચાવ કાર્ય ઝડપી બનાવવા માટેના આદેશ આપ્યા છે.