ગોવામાં 10 ધારાસભ્યોના ''કેસરિયા'', કાલે મંત્રીમંડળમાં લાગી શકે છે લોટરી
બુધવારે એક મોટા રાજનૈતિક ઘટનાક્રમે ભાજપે કોંગ્રેસમાં મોટુ ગાબડુ પાડતા તેના 10 ધારાસભ્યોને ભાજપમાં જોડ્યા હતા
Trending Photos
નવી દિલ્હી : ગોવાના દસ કોંગ્રેસી બળવાખોર ધારાસભ્યો ગુરૂવારે ઔપચારિક રીતે ભાજપમાં જોડાઇ ગયા. ભાજપનાં કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા અને ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતની હાજરીમાં તમામ ધારાસભ્યોએ ભાજપનું સભ્યપદ લીધું. સુત્રો અનુસાર તેમાંથી કેટલાક ધારાસભ્યોને કેબિનેટમાં સ્થાન મળી શકે છે. સુત્રોનું કહેવું છે કે ધારાસભ્યો શુક્રવારે ગોવા પરત જશે જ્યાં નવા મંત્રીઓને શપથગ્રહણ કરાવાય તેવી શક્યતા છે.
માનવતા માટે ભારતીય સેના તોડશે પ્રોટોકોલ, પાક. સેનાને સોંપાશે બાળકનું શબ
અત્રે ઉલ્લેખનીય છે કે બુધવારે એક મોટા રાજનીતિક ઘટનાક્રમમાં ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસમાં મોટુ ગાબડુ પાડ્યું હતું અને તેના બે ફાડા કરી નાખ્યા હતા. વિપક્ષનાં નેતા ચંદ્રકાંત કાવલેકરના નેતૃત્વમાં કોંગ્રેસનાં 10 ધારાસભ્યોને ભાજપમાં જોડી દીધા હતા. કોંગ્રેસનાં ગોવામાં કુલ 15 ધારાસભ્યો હતો. હવે માત્ર પાંચ બાકી રહ્યા છે. આ ચોંકાવનારા ઘટનાક્રમ બાદ હવે ભાજપનાં ધારાસભ્યોની સંખ્યા 17થી વધીને 27 થઇ ચુકી છે.
જલ્દી જ ભાડા કરારનો નવો કાયદો આવશે, મકાન માલિક-ભાડૂઆત બંનેને થશે તગડો ફાયદો
આ 10 ધારાસભ્યોએ કમળને હાથમાં પકડ્યું.
જે 10 ધારાસભ્યો કોંગ્રેસથી અલગ થયા છે, તેમાં ચંદ્રકાંત કાવલેકર, ઇસીડોર ફર્નાડિસ, ફ્રાંસિસ સિલવેરા, ફિલિપ નેરી રોડ્રિગેજ, જેનિફર અને અતાનાસિયો મોનસેરાતે, અંતોનિયો ફર્નાડિસ, નિલકંઠ હાલારંકર, કલાફાસિયો ડોયસ અને વિલ્ફ્રેડ ડીસાનો સમાવેશ થાય છે.
ભારતીય ટીમ હાર્યા બાદ કાશ્મીરમાં દેશદ્રોહીઓની ઉજવણી, પાક. ઝીંદાબાદના નારા લાગ્યા
કોંગ્રેસ પાસે 5 ધારાસભ્યો બચ્યા
કોંગ્રેસનાં 15 ધારાસભ્યોમાંથી 10 ભાજપમાં જતા હવે પાંચ ધારાસભ્યો બચ્યા છે. જેમાં દિગંબર કામત, લુજિન્હો ફ્લેરિયો, રવિ નાઇ, પ્રતાપસિંહ રાણે (આ તમામ રાજ્યના મુખ્યમંત્રી રહી ચુક્યા છે) અને અલોક્સો રેજિનાલ્ડોનો સમાવેશ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે