ગુવાહાટીઃ દેશના 5 રાજ્યનો ચૂંટણી પરિણામ ગુરૂવારે જાહેર થવાના છે. આ પહેલાં ભાજપને આસામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોરદાર સફળતા મળી છે. આ બમ્પર જીતે ભાજપના કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ ભરી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપે 80 માંથી 75 સિવિક બોડીમાં જીત મેળવી
અસમ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા પરિણામો અનુસાર ભાજપે અસમમાં કુલ 80 સિવિક બોડીમાંથી 75 પર જીત મેળવી છે. ભાજપની સાથે ગઠબંધનમાં રહેલી અસમ ગણ પરિષદે બે પાલિકામાં જીત મેળવી છે. તો રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. તે 80માંથી માત્ર 1 નગરપાલિકા પર જીત મેળવી શકી છે. જ્યારે બે નગરપાલિકામાં અન્ય પક્ષોનો વિજય થયો છે. 


2 પાલિકામાં ત્રિશંકુ પરિણામ આવ્યા
ચૂંટણી પંચે કહ્યું કે, ભાજપે સિવિલ બોડી ચૂંટણીમાં કુલ 672 વોર્ડ જીત્યા છે. તો કોંગ્રેસને 71 અને અન્યને 149 વોર્ડમાં જીત મળી છે. જ્યારે કુલ 57 વોર્ડ બિનહરીફ ચૂંટાયા છે. આસામ ચૂંટણી પંચ પ્રમાણે Mariani મ્યુનિસિપલ બોર્ડમાં 10માંથી 7 વોર્ડમાં અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી છે. બાકી ત્રણ ભાજપના ખાતામાં ગઈ છે. આ ચૂંટણીમાં બે સિવિક બોડીમાં ત્રિશંકુ પરિણામ સામે આવ્યા છે. 


સંકટના સમયમાં પણ ખોટો પ્રચાર કરી રહી છે કોંગ્રેસ, પીયુષ ગોયલે સાધ્યુ નિશાન


6 માર્ચે થયું હતું મતદાન
મહત્વનું છે કે અસમમાં સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન ઈવીએમ દ્વારા થયું હતું. રાજ્યભરમાં 6 માર્ચે મતદાન થયું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube