સંકટના સમયમાં પણ ખોટો પ્રચાર કરી રહી છે કોંગ્રેસ, પીયુષ ગોયલે સાધ્યુ નિશાન

કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર ભારતના પ્રયાસોની માહિતી આપી છે. તેમણે કહ્યું કે, યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા એક મુશ્કેલ કામ હતું. 
 

સંકટના સમયમાં પણ ખોટો પ્રચાર કરી રહી છે કોંગ્રેસ, પીયુષ ગોયલે સાધ્યુ નિશાન

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધને કારણે અનેક ભારતીયો યુક્રેનના વિવિધ શહેરોમાં ફસાયા હતા. તમામ ભારતીયોની વાપસી માટે સરકારે ઓપરેશન ગંગા શરૂ કર્યું હતું. હવે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલાં યુદ્ધમાં ભારતના પ્રયાસોની વિગત આપી છે. તેમણે કહ્યું કે, યુક્રેનથી ભારતીય વિદ્યાર્થીઓને લાવવા સરળ નહોતા. પીએમ મોદીના અથાક પ્રયાસો બાદ આ મુશ્કેલ કાર્યને સફળતાપૂર્વક કરવામાં આવી રહ્યું છે. 

3 સપ્તાહમાં ભારતીય વિદ્યાર્થીઓને યુક્રેનથી પરત લાવવા ગર્વની વાત
કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે કહ્યુ કે, 20,000 થી વધુ ભારતના નાગરિક, જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ હતા, જે યુક્રેનમાં ફસાયેલા હતા. આ તમામ લોકોને સુરક્ષિત ત્રણ સપ્તાહમાં ભારત પરત લાવવા આપણા બધા માટે ગર્વની વાત છે. પીયુષ ગોયલે કહ્યુ કે, આજે દેશમાં વિશ્વાસ છે કે કોઈપણ સંકટના સમયમાં ભારત સરકાર અને ભારતના લોકપ્રિય પ્રધાનમંત્રી અમને સંકટમાંથી બહાર કાઢશે. 

— ANI (@ANI) March 9, 2022

પીએમ મોદીએ સંભાળી હતી કમાન
પત્રકાર પરિષદમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે, પ્રધાનમંત્રી મોદીએ આશરે 11 વખત દુનિયાના મોટા-મોટા નેતાઓ સાથે વાત કરી હતી. કૂટનીતિનો દરેક પ્રયાસ કરવામાં આવ્યો, જેથી આપણા નાગરિકોને સુરક્ષિત પરત લાવી શકાય. પ્રધાનમંત્રી મોદીએ આ વિષયને ખુબ ગંભીરતાથી લીધો હતો. તેમણે યુક્રેન સંકટ પર અત્યાર સુધી 8 ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. દરેક મીટિંગમાં ભારતીયોની વાપસી માટે પગલાં ભરવામાં આવતા હતા. 

પ્રધાનમંત્રીએ સંભાળી અભિયાનની કમાન
પીયુષ ગોયલે કહ્યુ કે, યુક્રેન સંકટના સમયમાં પીએમ મોદીએ અભિયાનનું નેતૃત્વ કર્યુ. આવું અન્ય કોઈ દેશમાં ઉદાહરણ હશે નહીં, જેણે આટલી ગંભીરતાથી પોતાના નાગરિકોને સુરક્ષિત લાવવા માટે કામ કર્યું છે. આજે અમને ગર્વ છે કે ત્યાં વિદ્યાર્થીઓનો છેલ્લો જથ્થો હતો, તે પણ યુદ્ધના વિસ્તારમાંથી બહાર નિકળી ઝડપથી આગળ વધી રહ્યો છે. તેમને પણ જલદી ભારત પરત લાવવામાં આવશે. 

प्रधानमंत्री जी के अथक प्रयासों से जो सरकार ये सफल evacuation कर पाई, मैं इस कार्य में शामिल उन सभी संस्थाओं को, कर्मचारियों को धन्यवाद देना चाहता हूं। pic.twitter.com/PZT15XMulx

— BJP LIVE (@BJPLive) March 9, 2022

તમામ લોકોનો આભારઃ પીયુષ ગોયલ
પ્રધાનમંત્રી મોદીએ સરકારના દરેક વિભાગ, સમાજના અલગ-અલગ લોકોને આ કામમાં લગાવ્યા હતા, જેથી આપણે નાગરિકો સુરક્ષિત પરત ફરી શકે. પીએમ મોદીના સફળ પ્રયાસોથી બધાની વાપસી થઈ છે. હું આ કાર્યમાં સામેલ તે તમામ સંસ્થાઓ અને કર્મચારીઓનો આભાર માનુ છું.

કોંગ્રેસ પર સાધ્યુ નિશાન
પીયુષ ગોયલે કહ્યુ કે, દુર્ભાગ્ય છે કે કોંગ્રેસ તથા અન્ય રાજકીય પક્ષોએ અને કેટલાક મુખ્યમંત્રીઓએ તેના પર પણ રાજનીતિ કરવાનો પ્રયાસ કર્યો. સંકટના સમયમાં બધા લોકો એક થાય છે, પરંતુ આ સંકટમાં લોકોને સાંત્વના આપવાને બદલે વિપક્ષના નેતા ખોટો પ્રચાર કરવામાં લાગ્યા હતા. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news