Pawan Khera: કોંગ્રેસના નેતા પવન ખેડાની દિલ્હી એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી છે. પવન ખેડા કોંગ્રેસના નેતાઓ સાથે રાયપુરમાં થનારા કોંગ્રેસ અધિવેશનમાં શામેલ થવા માટે ઈન્ડિગો ફ્લાઈટથી રવાના થવાના હતા. અચાનક ત્યારે જ દિલ્હી એરપોર્ટ પર અસમ પોલીસે પવન ખેડાની ધરપકડ કરી લીધી. તેમને રિમાન્ડ પર લેવા માટે જલદી કોર્ટમાં રજૂ કરાશે. કોંગ્રેસે ગુરુવારે આ પહેલા આરોપ લગવ્યો કે તેના મીડિયા વિભાગના પ્રમુખ પવન ખેડાને રાયપુર જનારી ફ્લાઈટમાંથી ઉતારી દેવાયા અને ત્યારબાદ કોંગ્રેસ નેતાએ દિલ્હી એરપોર્ટ પર ધરણા ધર્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એએનઆઈના જણાવ્યાં મુજબ અસમ પોલીસના આઈજીપી L&O એ કહ્યું કે અસમના દીમા હસાઓ જિલ્લાના હાફલોંગ પોલીસ મથકમાં કોંગ્રેસ નેતા પવન ખેડા વિરુદ્ધ મામલો નોંધવામાં આવ્યો છે. આ કેસ મામલે પવન ખેડાને રિમાન્ડમાં લેવા માટે અસમ પોલીસની એક ટીમ દિલ્હી રવાના થઈ. 


થોડીવારમાં કોર્ટમાં થશે રજૂ
અસમ પોલીસના સૂત્રોના જણાવ્યાં મુજબ પવન ખેડા વિરુદ્ધ અસમના એક વ્યક્તિએ પ્રધાનમંત્રીના પિતાને લઈને કરાયેલી ટિપ્પણી મામલે એફઆઈઆર નોંધાવી હતી. ત્યારબાદ અસમ પોલીસે દિલ્હી પોલીસનો સંપર્ક સાધ્યો છે. અસમ પોલીસ થોડીવારમાં પવન ખેડાને સ્થાનિક કોર્ટમાં રજૂ કરશે. 


આ અગાઉ દિલ્હી પોલીસે કહ્યું હતું કે અસમ પોલીસે તેમને રોકવા માટે ભલામણ કરી હતી ત્યારબાદ કોંગ્રેસ નેતા પવન ખેડાને દિલ્હી એરપોર્ટ પર પ્લેનમાંથી ચઢતા રોકવામાં આવ્યા હતા. 


ચીન સુધી પહોંચી ગયો ભૂકંપ, શું હવે ભારતનો વારો? રિસર્ચરનો ચોંકાવનારો દાવો


મોદીને પીએમ બનતાં રોકવા કોંગ્રેસ કરી રહી છે આ ફોર્મ્યુલા પર કામ, છે મોટા પડકારો!


મોદીથી પ્રભાવિત છે અમેરિકાના ટોપના અબજોપતિ, ભારત વિશે જે કહ્યું...તે ખાસ જાણો 


પાર્ટી પ્રવક્તા સુપ્રીયા શ્રીનેતે સવાલ કર્યો કે કયા આધાર પર પવન ખેડાને નીચે ઉતારવામાં આવ્યા અને દેશમાં કાયદાનું કોઈ રાજ છે કે નહીં. 


બીજી બાજુ ઈન્ડિગોએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે એક મુસાફરને પોલીસે દિલ્હી એરપોર્ટ પર રાયપુર જતી ફ્લાઈટમાંથી ઉતાર્યા. કેટલાક અન્ય મુસાફરોએ પણ પોતાની મરજીથી ઉતરવાનો નિર્ણય લીધો. અમે સંબંધિત અધિકારીઓની સલાહનું પાલન કરી રહ્યા છીએ. ફ્લાઈટમાં હજુ વાર છે. એવું કહેવાય છે કે આ ઘટના ઈન્ડિગોની ફ્લાઈટ 6 ઈ024માં ઘટી. અને વિરોધમાં કોંગ્રેસના અનેક નેતાઓ વિમાનમાંથી નીચે ઉતરી ગયાઅને વિમાન હજુ ઊભુ છે. 


નોંધનીય છે કે કોંગ્રેસ નેતા પવન ખેડાએ તાજેતરમાં પીએમ મોદી પર એક વિવાદિત ટિપ્પણી કરી હતી. ભાજપે આ ટિપ્પણીની કડક શબ્દોમાં ટીકા કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube