Earthquake: ચીન સુધી પહોંચી ગયો ભૂકંપ, શું હવે ભારતનો વારો? તુર્કી વિશે ભવિષ્યવાણી કરનારા રિસર્ચરનો ચોંકાવનારો દાવો

આજે ચીનમાં પણ 7.3ની તીવ્રતાનો ભૂકંપ આવી ગયો. આ ભૂકંપની અસર ચીનના શિજિયાંગ વિસ્તાર ઉપરાંત પૂર્વ તાઝિકિસ્તાનમાં પણ જોવા મળી. ત્યારબાદથી જ લોકો હવે ડચ રિસર્ચર ફ્રેંક હુગરબીટ્સની ભારતીય ઉપમહાદ્વીપમાં ભૂકંપ વિશે કરાયેલી ભવિષ્યવાણી અંગે ચર્ચા થવા લાગી છે.

Earthquake: ચીન સુધી પહોંચી ગયો ભૂકંપ, શું હવે ભારતનો વારો? તુર્કી વિશે ભવિષ્યવાણી કરનારા રિસર્ચરનો ચોંકાવનારો દાવો

Massive Earthquake: તુર્કી અને સીરિયામાં ભૂકંપ આવ્યો તેના બરાબર 3 દિવસ પહેલા જ આ ભયાનક ભૂકંપની ભવિષ્યવાણી કરનારા ડચ રિસર્ચર ફ્રેંક હુગરબીટ્સ (Frank Hoogerbeets) એકવાર ફરીથી ચર્ચામાં આવી ગયા છે. વાત જાણે એમ છે કે આજે ચીનમાં પણ 7.3ની તીવ્રતાનો ભૂકંપ આવી ગયો. આ ભૂકંપની અસર ચીનના શિજિયાંગ વિસ્તાર ઉપરાંત પૂર્વ તાઝિકિસ્તાનમાં પણ જોવા મળી. ત્યારબાદથી જ લોકો હવે ડચ રિસર્ચર ફ્રેંક હુગરબીટ્સની ભારતીય ઉપમહાદ્વીપમાં ભૂકંપ વિશે કરાયેલી ભવિષ્યવાણી અંગે ચર્ચા થવા લાગી છે. હાલમાં જ ડચ રિસર્ચર ફ્રેંક હુગરબીટ્સે એક વીડિયોમાં કહ્યું હતું કે જલદી મોટી તીવ્રતાવાળો ભૂકંપ ભારતીય ઉપમહાદ્વીપમાં આવી શકે છે. તેની અસર પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ભારત પર થઈ શકે છે. 

ડચ રિસર્ચરે શું કર્યો હતો દાવો
અત્રે જણાવવાનું કે ભારતીય ઉપમહાદ્વીપમાં ભૂકંપની ભવિષ્યવાણીની વાત ડચ રિસર્ચર ફ્રેંક હુગરબીટ્સે જે વીડિયોમાં કરી હતી તે હાલ ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ફ્રેંક હુગરબીટ્સનો આ ભવિષ્યવાણીવાળો વીડિયો અત્યાર સુધીમાં 26 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. જો કે ભૂકંપની આ પ્રકારની ભવિષ્યવાણી પર સવાલ પણ ઉઠ્યા છે અને તેને ખોટી પણ ગણાવી છે. 

— Frank Hoogerbeets (@hogrbe) February 8, 2023

ફ્રેંક હુગરબીટ્સ કોણ છે
અત્રે જણાવવાનું કે ફ્રેંક હુગરબીટ્સ એક ડચ રિસર્ચર છે. તેઓ સોલર સિસ્ટમ જ્યોમેટ્રી સર્વે (SSGEOS)માં રિસર્ચર અને સોફ્ટવેર ડેવલપર તરીકે કામ કરે છે. ફ્રેંક હુગરબીટ્સે ભૂકંપ અંગે અનેક ભવિષ્યવાણી કરી છે. SSGEOS એક રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ છે. તે ભૂકંપનું અનુમાન લગાવવા માટે આકાશીય પિંડોની નિગરાણી કરે છે. 

ભૂકંપની ભવિષ્યવાણીનું સત્ય!
જો કે યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (USGS) ના જણાવ્યાં મુજબ ન તો USGS કે ન તો કોઈ અન્ય વૈજ્ઞાનિકે હાલ કોઈ મોટા ભૂકંપની ભવિષ્યવાણી કરી છે. જો કે USGSના વૈજ્ઞાનિક ફક્ત એ સંભાવનાની ગણતરી કરી શકે છે કે એક મોટો ભૂકંપ કોઈ વિશિષ્ટ વિસ્તારમાં કેટલાક વર્ષોમાં આવી શકે છે. બાકી ભૂકંપ પર અન્ય દાવાઓને સાચું માની શકાય નહીં કારણ કે તેઓ વૈજ્ઞાનિક પુરાવા પર આધારિત હોતા નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news