નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ+શિવસેના ગઠબંધનને સ્પષ્ટ બહુમત મળ્યો છે, જ્યારે હરિયાણામાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને બહાર આવી છે. સૂત્રો અનુસાર દુષ્યંત ચૌટાલાની પાર્ટી જનનાયક જનતાપાર્ટી ભાજપને ટેકો આપવા જઈ રહી છે. ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, ભાજપ મહારાષ્ટ્ર અને હરિયાણા બંને રાજ્યમાં સરકાર બનાવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત શાહે ટ્વીટમાં લખ્યું છે કે, "ભાજપ-શિવસેના ગઠબંધનમાં વિશ્વાસ પ્રગટ કરીને મહારાષ્ટ્રની પ્રજાના કોટિ-કોટિ અભિનંદન. પીએમ મોદીના નેતૃત્વમાં મહારાષ્ટ્ર સરકાર સતત રાજ્યની પ્રગતિ અને જનતાની સેવામાં સમર્પિત રહેશે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ચંદ્રકાંત પાટિલ સહિત તમામ કાર્યકર્તાઓને અભિનંદન."


મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામ 2019 : શું તમે શિવસેનાનો CM બનવા દેશો? ફડણવીસનો આપ્યો જવાબ


બીજી ટ્વીટમાં અમિત શાહે લખ્યું છે કે, "છેલ્લા 5 વર્ષમાં પીએમ મોદીના નેતૃત્વમાં ખટ્ટર સરકારે હરિયાણાની પ્રજાના કલ્યાણ માટે દરેક શક્ય પ્રયાસ કર્યા છે. ભાજપને સૌથી મોટી પાર્ટી બનાવીને ફરીથી સેવા કરવાની તક આપી છે તેના માટે જનતાનું અભિનંદન કરું છું. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર અને સુભાષ બરાલા સહિત તમામ કાર્યકર્તાઓને અભિનંદન."


હરિયાણામાં પ્રજાએ ભાજપને બોધપાઠ ભણાવ્યો છે, કોંગ્રેસ સરકાર બનાવશેઃ કુમારી શૈલજા


અમિત શાહની આ ટ્વીટથી સ્પષ્ટ થઈ ગયું છે કે, ભાજપ બંને રાજ્યમાં અપેક્ષા અનુસાર ભલે પ્રદર્શન કરી શકી ન હોય, પરંતુ સરકાર બનાવવા જઈ રહી છે. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....