મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામ 2019 : શું તમે શિવસેનાનો CM બનવા દેશો? ફડણવીસનો આપ્યો જવાબ

મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામ અંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પોતાની પ્રથમ પ્રતિક્રિયામાં જણાવ્યું કે, તેઓ શિવસેના સાથે વિવિધ મુદ્દે વાતચીત કરશે. આ ગઠબંધન ભાવ-તાલની શરતોના આધારે બન્યું નથી. હિન્દુત્વના મુદ્દે શિવસેના અને ભાજપ મિત્રો છે. ઉલ્લેખનીય છે કે, શિવસેનાના ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટપણે જણાવી દીધું છે કે, તેઓ 50-50 ફોર્મ્યુલા સિવાય નમતું નહીં ઝોખે. 

Updated By: Oct 24, 2019, 06:21 PM IST
મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામ 2019 : શું તમે શિવસેનાનો CM બનવા દેશો? ફડણવીસનો આપ્યો જવાબ

મુંબઈઃ મહારાષ્ટ્ર ચૂંટણીમાં અત્યારે મતગણતરી ચાલુ છે, પરંતુ અત્યાર સુધીના પરિણામ મુજબ ભાજપ+શિવસેના ગઠબંધનના ખાતામાં 159 સીટ આવી રહી છે. જેમાં શિવસેના 58 અને ભાજપને 101 બેઠક મળે એમ દેખાઈ રહ્યું છે. આ વાતને જોતાં શિવસેનાનું પલડું ભારે થઈ ગયું છે. જોકે, પ્રજાએ મત એવી રીતે આપ્યા છે કે અત્યારે બધા જ પક્ષો સરકાર બનાવાની સ્થિતિમાં આવી ગયા છે. 

મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામ અંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પોતાની પ્રથમ પ્રતિક્રિયામાં જણાવ્યું કે, તેઓ શિવસેના સાથે વિવિધ મુદ્દે વાતચીત કરશે. આ ગઠબંધન ભાવ-તાલની શરતોના આધારે બન્યું નથી. હિન્દુત્વના મુદ્દે શિવસેના અને ભાજપ મિત્રો છે. ઉલ્લેખનીય છે કે, શિવસેનાના ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટપણે જણાવી દીધું છે કે, તેઓ 50-50 ફોર્મ્યુલા સિવાય નમતું નહીં ઝોખે. 

વરલી વિધાનસભા ચૂંટણી 2019: 70 ટકા મત લઈને જીત્યો આદિત્ય ઠાકરે

ફડણવીસને જ્યારે પુછવામાં આવ્યું કે, શું તેઓ શિવસેનાનો મુખ્યમંત્રી સ્વીકાર કરશે? આ અંગે તેમણે કહ્યું કે, આ મુદ્દે હજુ કશું કહી શકાય એમ નથી. અમે સાથે બેસીને વાતચીત કરીએ ત્યાર પછી જ નક્કી થશે. ફડણવીસે જણાવ્યું કે, સતારા લોકસભા ચીટ પર પેટાચૂંટણીમાં ભાજપના પરાજયની તેઓ સમીક્ષા કરશે. સાથે જ તેમણે એ પણ કહ્યું કે, વર્તમાન સરકારના છ મંત્રી શા માટે હારી ગયા છે. તેમણે કહ્યું કે, આ તમામ મુદ્દે આવતીકાલે વાતચીત થશે. 

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી-2019 : જાણો કયા દિગ્ગજનો થયો વિજય અને કોનો પરાજય

શિવસેના દ્વારા દબાણ બનાવવાના મુદ્દે મુખ્યમંત્રી ફડણવીસે પત્રકારોને કહ્યું કે, અન્ય પક્ષોમાંથી વિજયી બનેલા 15 ધારાસભ્યો તેમના સંપર્કમાં છે. આ તમામ 15 ધારાસભ્યો ભાજપ-શિવસેનામાંથી બળવો પોકારીને ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. 

મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામ 2019 : 50-50 ફોર્મ્યુલાથી નમતું નહીં ઝોખે શિવસેના- ઉદ્ધવ ઠાકરે

આ પહેલા ઉદ્ધવ ઠાકરેએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, લોકસભા ચૂંટણી દરમિયાન 50-50 ફોર્મ્યુલા નક્કી થઈ હતી, જેના પર શિવસેના અડગ છે. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, પાર્ટી 50-50 ફોર્મ્યુલાથી નમતું નહીં ઝોખે. ઠાકરેએ જણાવ્યું કે, લોકસભા ચૂંટણી દરમિયાન આ ફોર્મ્યુલા નક્કી થઈ હતી. 

મહારાષ્ટ્રમાં શરદ પવારે એકલે હાથે NCPને અપાવી 54 જેટલી બેઠકો, કોંગ્રેસને પણ પાછળ છોડી

ઠાકરેએ મહારાષ્ટ્રની પ્રાજનો આભાર માનતા જણાવ્યું કે, મહારાષ્ટ્રની પ્રજાએ જાગૃત થઈને મતદાન કર્યું છે. મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ભેગામળીને સરકાર બનાવશે. ભાજપના અધ્યક્ષ અમિત શાહ સાથે લોકસભા ચૂંટણી દરમિયાન આ ફોર્મ્યુલા નક્કી થઈ હતી અને તે અમલમાં છે. મહારાષ્ટ્રમાં હવે મુખ્યમંત્રી કોણ બને છે એ જોવાનું છે. જોકે, ઉદ્ધવે એક વાત સ્પષ્ટ કરી દીધી કે તેઓ કોંગ્રેસ-એનસીપી સાથે ગઠબંધન નહીં કરે. ઉદ્ધવે વધુમાં કહ્યું કે, દરેક વખત ભાજપનો પ્રસ્તાવ માનવામાં નહીં આવે. નાના ભાઈ-મોટાભાઈનો કોઈ ફરક નથી. 

જુઓ LIVE TV....

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....